Gujarat

ગીર સોમનાથ ના પશ્નાવડા ગામે નમો કિશાન પંચાયત સંમેલન યોજાયુ.પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ ની ઉપસ્થિત મા હજજારોની જનમેદની.કાયઁક્રમ કરતા પાટીલ 3 કલાક મોડા પહોચ્યા કેન્દ્ર અને રાજ્ય સરકાર ની ખેડૂત યોજનાઓ વિષે આપી માહીતી.

ગિરગઢડા
ભરત ગંગદેવ..
 ગીર સોમનાથ જીલ્લા ના પશ્નાવડા ગામે આજરોજ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ ની ઉપસ્થિત મા નમો કિશાન પંચાયત સંમેલનનુ આયોજન કરાયુ હતુ જેમા મોટી સંખ્યામા ખેડૂતોની ઉપસ્થિત રહી હતી.
ગુજરાત વિધાનસભાની ચુટણીઓ ના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે એક પછી એક મોટા કદના નેતા ગુજરાતમા સંમેલન કરી રહ્યા છે ત્યારે આજરોજ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ  ના પ્રમુખ સ્થાને ગીર સોમનાથ ના પશ્નાવડા ગામે સોમનાથ વિધાનસભા અને તાલાલા વિધાનસભા ના ખેડૂતોનુ નમો કિશાન સંમેલન યોજાયુ હતુ જેમા  કાયઁક્રમ કરતા પાટીલ 3 કલાક મોડા પહોચ્યા હતા . કાયઁક્રમ મા પાટીલનુ જીલ્લા ભાજપના આગેવાનો, કલેક્ટર,  સરપંચો, યાર્ડ ના ચેરમેન,  પૂર્વ ધારાસભ્ય  દ્રારા સન્માન કરાયુ હતુ. આ તકે પાટીલે જણાવેલ કે દરેક જગ્યાઓ પર ખૂટીયા નો ત્રાસ હોય જે બાબતે સરકાર દ્રારા ખૂટીયા સાચવનારા સંચાલકોને મહેનતાણુ અને જમીન પણ અપાશે . ગીરની જીવાદોરી સમાન કોડીનાર ની સુગર ફેકટરીને પણ 30 કરોડ આપવાની જાહેરાત કરાઈ છે જે દીવાળી સુધી સુગર મિલ ચાલુ થઈ જશે .તેમજ ખેડૂતોને કેન્દ્ર તથા રાજ્ય સરકાર મળતા લાભો અંગે વિસ્તૃત માહિતી આપેલ હતી .સમગ્ર કાયઁક્રમ નુ સંચાલન અને ખર્ચ  લોઢવા ગામના સરપંચ હીરાભાઇ વાઢેર તથા પશ્નાવડા ગામના સરપંચ કેશુભાઈ દ્રારા કરવામા આવેલ હતો

IMG-20220326-WA0586.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *