Gujarat

ગુજરાતના પીએનજી અને સીએનજીમાં ભાવ વધારો ઝીંકાયો

ગાંધીનગર
ગુજરાતના કેટલાક શહેરોના રસોડામાં મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાતા પાઈપ્ડ નેચરલ ગેસ (પીએનજી)ના ભાવમાં એકાએક પ્રતિ યુનિટ રૂ. ૨૮નો વધારો જાેવા મળ્યો છે. પરિણામે, ઘરેલુ ઉપયોગમાં લેવાતા પીએનજી ગેસ બિલમાં સરેરાશ હવે પ્રતિ ઘર દીઠ રૂ. ૨૦૦ જેટલો વધારો નોંધાશે. આ ઉપરાંત અદાણી ગેસ દ્વારા ખાનગી વાહનો, સરકારી બસો અને ઓટોરિક્ષામાં વપરાતા કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી)ના ભાવમાં પણ પ્રતિ કિલોગ્રામ રૂ. ૧.૩૧નો વધારો કરાયો છે. અદાણી ગેસ દ્વારા કરવામાં આવેલા ભાવ વધારા સાથે હવે વાહન માલિકોને સીએનજી રૂ. ૮૩.૯૦ પ્રતિ કિલોના ભાવે મળશે. જેના પરિણામે ગુજરાતમાં ૧૦ લાખથી વધુ ખાનગી મોટર અને ઓટો રિક્ષા ચાલકો પર ખર્ચનો બોજ વધશે. બીજી બાજુ, સીએનજીની ગુણવત્તા પણ પ્રશ્નમાં છે કારણ કે છેલ્લા કેટલાક મહિનાઓથી ઝ્રદ્ગય્ વપરાશકર્તાઓ તેમના વાહનોની કિમી સરેરાશમાં ઘટાડો અનુભવી રહ્યા છે. તેથી, ઝ્રદ્ગય્ વપરાશકર્તાઓ ભાવ અને ગુણવત્તા બંને બાજુથી પરેશાન છે. ઘરેલું ઉપયોગ માટે પીએનજી અને સીએનજીના ભાવમાં વધારો ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *