ધો-૧૦ અને ૧૨ ની જાહેર પરીક્ષાઓ યોજાનાર છે. કોરોના કાળના માઠાં પરિણામ સ્વરૂપે વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર, આત્મવિશ્વાસનો અભાવ, યાદ નથી રહેતું, વાંચવું નથી ગમતું, આવી અનેક સમસ્યાઓ જોવા મળી રહે છે. વિદ્યાર્થીઓ પુરેપુરા આત્મવિશ્વાસ સાથે, નિર્ભયપણે પરીક્ષા આપી જવલંત સફળતા મેળવે તેવા શુભાશય સાથે એક “વિદ્યાર્થી કાઉન્સીલીંગ સેન્ટર” જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, છોટાઉદેપુર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, જેમાં માર્ગદર્શન આપનાર સભ્યોના નામ તેમજ કોન્ટેક્ટ નંબર નીચે મુજબ છે. વિદ્યાર્થીઓ કોઇ પણ સમયે પોતાને મુંઝવતા પ્રશ્નો બાબતે આ મોબાઇલ નંબર પર સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
