યુવા કોળી સમાજના પ્રદેશ પ્રમુખ રસિક ચાવડા અને પ્રદેશ મહામંત્રી અજય શિયાળ દ્વારા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને રજૂઆત કરી.
ઊના – ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શહિદ પરિવારોને યોગ્ય સહાય રકમ અને પેન્શન રકમ ચુકવવામાં આવે તેવી માંગ સાથે યુવા કોળી સમાજ ગુજરાતનાં પ્રદેશ પ્રમુખ રસિક ચાવડા અને પ્રદેશ મહામંત્રી અજય શિયાળ દ્વારા મુખ્યમંત્રી સહિત ગૃહમંત્રી, ચીફ સેક્રેટરી, અધિક સચિવ ગૃહ વિભાગ અને સામાન્ય વહીવટ વિભાગ, સૈનિક કલ્યાણ અને પુનઃસ્થાપન બોર્ડ સહિતના વિભાગોમાં રૂબરૂ લેખિત રજૂઆત કરી હતી. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી જવાન રાહત ફંડ માંથી ગુજરાત રાજ્યના વીર સૈનિકો દેશની રક્ષા કરતાં સૈનિક શહીદી વ્હોરે છે. ત્યારે તેમના પરિવારજનોને ફક્ત રૂ. ૧ લાખ જેવી રકમ ચુકવવામાં આવે છે. તેમજ પરિવારનાં વારસદારોને રૂ. ૫૦૦, ૧૦૦૦ પેન્શન રકમ ચુકવવામાં આવે છે. જે રકમ હાલની પરિસ્થિતિ પ્રમાણે ખૂબ ઓછી છે તેમ કહી શકાય. તેમજ અન્ય રાજ્યોમાં રાજ્ય સરકાર દ્વારા શહિદ પરિવારોને ચુકવાતી સહાય રકમ જે દિલ્હી સરકાર રૂ. ૧ કરોડ, પંજાબ સરકાર રૂ.૫૦, રાજસ્થાન-મધ્યપ્રદેશ સરકાર રૂ. ૨૫ લાખ, મહારાષ્ટ્ર સરકાર રૂ. ૧૦ લાખની રકમ શહિદ પરિવારોને ચુકવે છે. જ્યારે ગુજરાત રાજ્ય સરકાર ફક્ત રૂ. ૧ લાખ સહાય ચુકવવામાં આવે છે. જે રકમમાં યોગ્ય વધારો કરી શહિદોને ખરા અર્થમાં શ્રધાંજલિ અર્પણ કરવામાં આવે તે જરૂરી છે. દેશની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર સૈનિકોના માતા-પિતા કે પત્ની અથવા વારસદારોને શહિદી બાદ યોગ્ય સહાય રકમ અને પેન્શન રકમ ચુકવવામાં આવે તેવી માંગણી સાથે રજૂઆત કરી હતી..
