એસ. ટી.ની વિજીલન્સની ટીમે વહેલી સવારે બસ રોકાવી તલાસી લેતા ૮ બોટલ મળી આવી…
ઊના – દિવ રાજકોટ રૂટની એસટી બસમાંથી વિદેશી દારૂની બોટલ સાથે ડ્રાઇવરને એસ.ટી. વિજીલન્સની ટીમે ઝડપી પાડી પોલીસ ફરીયાદ નોધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરેલ..
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ દિવ-રાજકોટ રૂટની એસ ટી બસ જી.જે. ૧૮ ઝેડ ૬૬૨૨ માં એસ ટી વિજીલન્સની ટીમના અજયસિંહ ચંદ્રસિંહ ચુડાસમા, અજયભાઇ પ્રતાપસિંહ ચુડાસમા તેમજ સાગરભાઇ જયતિભાઇ કક્કડ દ્રારા દિવ – રાજકોટ રૂટની એસ ટી બસને ઉના ટાવર ચોક પાસે રોકાવી તલાસી લેતા એસટીના ડ્રાઇવર પાસેથી વિદેશી દારૂની ૮ બોટલો કિ. રૂ.૨૪૦૦ નો મળી આવતા આ અંગેની જાણ પોલીસને કરતા પોલીસે એસટીબસના ડ્રાઇવર વિરૂધ્ધ ફરીયાદ નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ અને અગાઉ કેટલા સમયથી આ બોટલની હેરાફેરી કરતો અને ક્યાં દારૂની સપ્લાઇ કરવામાં આવતી હોવાની આગળની વધુ પુછપરછ હાથ ધરવા કાર્યવાહી કરેલ.
