Gujarat

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે સિગ્નલ સ્કુલની મુલાકાત લીધી

અમદાવાદ
અમદાવાદના અલગ-અલગ વિસ્તારમાં ભિક્ષુક તથા છૂટક મજૂરી કરતા વર્ગના બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવી શકે છે. ૭ માર્ચ ૨૦૨૨ના રોજ મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમાર ઉપરાંત સુપ્રીમ કોર્ટના જજ તથા રાજ્યના મુખ્યમંત્રીની હાજરીમાં આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી. હાલ ૧૦ સિગ્નલ સ્કૂલમાં ૧૩૯ બાળકો ભણી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ માટે ૫ હજારના બોન્ડ પણ આપવામાં આવ્યા છે. જેથી આ બાળકો ધોરણ ૮ પૂર્ણ કરે ત્યારે તેમને ૫ હજારની આર્થિક સહાય આપવામાં આવશે.ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમારે સિગ્નલ સ્કૂલની મુલાકાત લીધી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ એથોરિટીના સંયુક્ત ઉપક્રમે શરૂ કરવામાં આ શાળાની પરિસ્થિતિનો તાગ મેળવ્યો. મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમાર તથા સિનિયર જજ આર.એમ છાયાએ આ સ્કૂલની મુલાકાત લઇ ન માત્ર વિદ્યાર્થીઓ પરંતુ પ્રોજેક્ટ સાથે જાેડાયેલા શિક્ષકો અને કર્મચારીઓને પણ પ્રોત્સાહન પૂરું પાડ્યું. પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ હકીકતમાં જેનું અમલીકરણ કઈ સ્થિતિમાં છે, તેનું નિરીક્ષણ કરવા હકારાત્મક અભિગમથી મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમાર અને જસ્ટિસ આર.એમ છાયા સિંગલ સ્કૂલની મુલાકાતે પહોંચ્યા. એસ.જી.હાઈવે પકવાન ચાર રસ્તા સ્થિત સિગ્નલ સ્કૂલ મૂકવામાં આવી છે. જેની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વાત પણ કરી. ચીફ જસ્ટિસે વિદ્યાર્થીઓ અત્યાર સુધી શિખ્યા, તેમના અનુભવ અંગે પણ જાણકારી મેળવી. ચીફ જસ્ટિસ દ્વારા અત્યાર સુધીની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો. તેઓ બાળકો માટે ફ્રૂટ અને નાસ્તો પણ લાવ્યા હતા. સાથે જ તેમને વધુ બાળકોને આ પ્રોજેકટનો લાભ મેળવે તે માટે પ્રયાસ કરવા કહ્યું. આવનાર દિવસોમાં આ બાળકોને બ્રિજ કોર્સ તૈયાર કરી, તેમની ઉંમર પ્રમાણે નજીકની શાળામાં પ્રવેશ આપવામાં આવશે. વેકેશન દરમિયાન પણ આ સિગ્નલ શાળા કાર્યરત રહેશે.

Chief-Justice-visits-Signal-School.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *