Gujarat

છેલ્લા ત્રણ વર્ષથી લૂંટ અને રાયોટીંગના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર પેરોલ ફર્લો સ્કવોડ  

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુન્હા કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના તથા રાજય બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ તમામ થાણા અમલદાર તથા તમામ શાખાના ઇન્યાજ નાઓને સુચના કરેલ જે અનુસંધાને ડી.એમ.વસાવા, પોલીસ સબ ઈન્સ્પેકટરના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ માણસોને મળેલ બાતમી હક્કિત મળેલ કે રંગપુર પોલીસ સ્ટેશન “A” પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૪૦૦૮૨૦૦૨૫૨/૨૦૨૦ ઈ.પી.કો. કલમ ૩૯૫, ૩૩૨, ૩૩૭, ૧૮૬, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જી.પી એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામે નાસતા ફરતો આરોપી રંગપુર તરફથી છોટાઉદેપુર બજારમાં આવનાર છે. જે હક્કિત આધારે છોટાઉદેપુર ટાઉન પેટ્રોલપંપ ચાર રસ્તા પાસે રોડ ઉપર વોચનાકા બંધીમાં હતા દરમ્યાન થોડી વાર વોચ નાકાબંધીમાં રહ્યા બાદ વર્ણન મુજબના બે ઈસમો મોટર સાયકલ લઇને આવી તેઓને કોર્ડન કરી પકડી પાડી તેનું નામ ઠામ પૂછતાં તેણે પોતાનું નામ સંજુ ઉર્ફે સંજયભાઇ ભગલાભાઇ ભીલાલા રહે.મોરીયાગામ, તા.કઠીવાડા, જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) નાનો હોવાનું જણાવતાં તેણે ઉપરોક્ત ગુન્હાના કામે CRPC 41(1) I મુજબ અટક કરી વધુ કાર્યવાહી અર્થે  છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220730-WA0053.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *