તે દરમિયાન એક નમ્બર વગરની ઇનોવા કાર શંકાસ્પદ દેખાતા તેણે રોકી સઘન પૂછકપરછ કર્યા બાદ એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. કારમાં બેસેલા વડોદરાના ત્રણ શખ્સો તેમજ અન્ય આરોપીઓ ભાડે થી કાર લાવી અથવા કોઈકની પાસેથી ગીરવે કાર રાખી કારમાં પોતાની જીપીએસ સિસ્ટમ લગાવી આ કારને અન્ય લોકોને લાખો રૂપિયામાં ગીરવે આપતા અને એક બે દિવસમાં જીપીએસ આધારે કારનું લોકેશન મેળવી તેમણી પાસેની ચાવીથી કાર ને પાછી લઈ આવતાં, આમ જેણે કાર ગીરવે રાખી હૉઈ એમની પાસે કોઈ આધાર પુરાવાના અભાવે કોઈ પોલીસ ફરિયાદ પણ ના કરી શકતા. તો ખરેખર જેની માલિકીની કાર છે એ પણ સમગ્ર કૌભાંડ વિશે અજાણ રહેતા. છેતરપિંડી ની આ નવી મોડેસ ઓપરેન્ડી બાબતે હાલ તો પોલીસે ત્રણ કાર કબજે કરી છે અને વડોદરા તેમજ સુરતના સાત આરોપીની ધરપકડ કરી વધુ કેટલા લોકો સાથે છેતરપીંડી કરાઈ છે તે અંગે તપાસ આદરી છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


