Gujarat

છોટાઉદેપુર ખાન ખનીજ વિભાગ દ્વારા ચઠ્ઠાવાડા ગામમાંથી પસાર થતી ઓરસંગ નદીના પટમાંથી બિનઅધિકૃત સાદી રેતી ખનન કરતા પાંચ ટ્રક સાથે હિટાજી મશીન ને ઝડપી પાડ્યો.

છોટાઉદેપુર ખનીજ વિભાગના અધિકારી નરેન્દ્ર પટેલને બાતમી મળી હતી કે છોટાઉદેપુર તાલુકાના  ચઠ્ઠાવાડા ગામે  ઓરસંગ નદીના પટમાં રેતી માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રેતી ખનન કરી રહ્યા છે જે બાતમીના આધારે છોટાઉદેપુર ખનીજ વિભાગના કર્મચારીઓ ત્યા રેડ કરતા ઓરસંગ નદીના પટમાં ગેરકાયદેસર એક હાઇવા ટ્રક આશરે 56.61 ટન સાદી રેતી ભરેલ અને અન્ય 5 ટ્રકો બિનઅધિકૃત સાદી રીતી ખનીજ ભરવા ત્યાં ગયેલ હોય અને એક ઇટાજી મશીન સાથે મળી કુલ 6 ટ્રકો જેની આશરે કિંમત રૂપિયા 2.5 કરોડ નો મુદ્દામાલ ઝડપી પાડી આગળની તપાસ માટે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220630-WA0031.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *