રાજય સરકાર દ્વારા રોજગારવાંચ્છુઓ માટે અનુબંધમ વેબપોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના રોજગારવાંચ્છુ યુવાઓએ રોજગાર કચેરી, છોટાઉદેપુર ખાતે અનુબંધમ વેબપોર્ટલ પર રોજગાર માટે નોંધણી કરાવી રાજયના ખાનગી એકમમાં રોજગારી મેળવી શકશે એમ જિલ્લા રોજગાર અધિકારી તરફથી જણાવાયું છે.
જિલ્લા રોજગાર અધિકારી તરફથી મળતી વિગતો અનુસાર અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન થકી ઉમેદવારો પોતાના જિલ્લાના વિવિધ સેકટરવાઇઝ નોકરી શોધી શકશે તથા રોજગારવાંચ્છુ ઉમેદવાર ઘરે બેઠા આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી શકશે. આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાની તમામ આઇ.ટી.આઇ ખાતે પણ અનુબંધમ બેવ પોર્ટલ પર રોજગારવાંચ્છુ(JOBSEEKER) તરીકે રજીસ્ટ્રેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેથી ઉમેદવારોએ પોતાના તાલુકાની સરકારી આઇ.ટી.આઇમાં જઇને રોજગારવાંચ્છુ ઉમેદવાર તરીકે અનુબંધમ વેબ પોર્ટલ પર વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. આ વેબ પોર્ટલમાં રજીસ્ટ્રેશન માટે ઉમેદવારે પોતાની લાયકાતના તમામપત્રો, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, અને આધારકાર્ડ સાથે લઇ જવાના રહેશે. વધુ માહિતી માટે જરૂર જણાય તો રોજગારસેતુ ૬૩૫૭૩૯૦૩૯૦ અથવા જિલ્લા રોજગાર કચેરી, છોટાઉદેપુરનો સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારી, છોટાઉદેપુર તરફથી જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
