Gujarat

છોટાઉદેપુર જિલ્લામાં ૧૩ શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરાઇ   

છોટાઉદેપુર જિલ્લાની પ્રાથમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ફરજ બજાવતા ૧૩ શિક્ષકોની તાલુકા/જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે શ્રેષ્ઠ શિક્ષક તાલુકા/જિલ્લા પારિતોષિક-૨૦૨૨, જિલ્લા પસંદગી સમિતિ, છોટાઉદેપુર દ્વારા પસંદ કરવામાં આવ્યા છે.
 જિલ્લા શિક્ષણાધિકારી અને કન્વીનર જિલ્લા પસંદગી સમિતિ, છોટાઉદેપુર તરફથી મળતી વિગતો અનુસાર ધડાગામ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા કણઝરિયા સંજયભાઇ કરશનભાઇ અને રાયસિંગપુર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ચાવડા પિયુષકુમાર બાબુભાઇને છોટાઉદેપુર તાલુકાના તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે. અંબાડી પ્રથામિક શાળામાં ફરજ બજાવતા રાઠવા નિતેશકુમાર મથુરભાઇને પાવીજેતપુર તાલુકાના તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે, લીમડી ફળિયા(કનલવા-૩) કનલવા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા રાઠવા પંકજભાઇ મગનભાઇ અને દેવધ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા પરમાર અલકાબેન જેઠાભાઇને કવાંટ તાલુકાના તાલુકાકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જયારે ધોળીવાવ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા પ્રજાપતિ મોતિરામભાઇ ભુરારામભાઇને બોડેલી તાલુકાના તાલુકાકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક, ઇટાલિયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ડીંડોર અર્જુનભાઇ સાંકળાભાઇને નસવાડી તાલુકાના તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે અને ઉંડી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા પ્રજાપતિ હર્ષદભાઇ ગણપતભાઇને સંખેડા તાલુકાના તાલુકાકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે.
 આ ઉપરાંત સંખેડા તાલુકાની હરેશ્વર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ચુડાસમા છાયાબેન મોહિતકુમારને તથા જેતપુર પાવી તાલુકાની વાવ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા રાઠવા છત્રસિંહ માધુસિંહને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે.
 બોડેલી તાલુકામાં આવેલી શેઠ એચ.એસ.શિરોલાવાલા હાઇસ્કૂલ બોડેલી ખાતે ઉચ્ચતર માધ્યમિક શાળામાં ફરજ બજાવતા પટેલ સુરેશકુમાર સોમાભાઇને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે. જયારે ધંધોડા તા. છોટાઉદેપુર ખાતે આવેલી ધંધોડા ગૃપ શાળાના સી.આર.સી રાઠવા દિનેશભાઇ વીરસીંગભાઇની પણ જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક -૨૦૨૨ અંતર્ગત સી.આર.સી કેટેગરમાં જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી અને કન્વીનર જિલ્લા પસંદગી સમિતિ, છોટાઉદેપુર તરફથી જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *