Gujarat

છોટા ઉદેપુર જિલ્લા કક્ષાના ઈનોવેશન ફેસ્ટિવલ ૨૦૨૧-૨૨નું આયોજન બોડેલી ખાતે યોજાયો

જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા આયોજિત જિલ્લા કક્ષાના એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટિવલ ૨૦૨૧-૨૨ નું આયોજન સ્વામિનારાયણ મંદિર બોડેલી ખાતે તા.૪-૫ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ યોજવામાં આવ્યો જેમાં છોટા ઉદેપુર જિલ્લા માંથી કુલ ૨૯ નવતર પ્રયોગ રજૂ કરવામાં આવ્યા હતા. શિક્ષણમાં નાવીન્ય પ્રયોગોનું નિદર્શન જિલ્લા ના તમામ તાલુકામાંથી ક્લસ્ટર દીઠ ૪ શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું.જેમાં છોટા ઉદેપુર જિલ્લા માંથી કુલ ૨૯ શાળાઓના  શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી જેમાં જેતપુર પાવી તાલુકાનું પ્રતિનિધિત્વ ૧) ચુડેસરા સદ્દામહુસેન- ઝાબ પ્રા.શાળા(૨) રાઠવા કમલેશ – સિહોદ પ્રા.(૩) પટેલ વસંતકુમાર – મોટીબેઝ પ્રા.(૪)રાઠવા નિતેશ – અંબાડી પ્રા.(૫) રાઠવા પ્રદીપ – ભિખાપુરા પ્રા. એ ખૂબ સુંદર નવતર પ્રયોગો રજૂ કરી તાલુકાનું નામ રોશન કર્યું હતું. જેઓને તાલુકા પ્રા.શિક્ષણ અધિકારી શ્રી પ્રતિક મિસ્ત્રી અને બી.આર.સી.કો.ઑ શ્રી રાજેશ પરમાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા..
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220107-WA0033.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *