Gujarat

જંગલી મોન્સ્ટર લિઝાર્ટ બન્ને વચ્ચે યુધ્ધ…

ઊના – ગીર જંગલ નજીક સીમ વિસ્તારોમાં મોન્સ્ટર લિઝાર્ટ નામની પ્રજાતિ બંને વચ્ચે યુદ્ધ છેડાયું હોય તેવાં દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. આ મોન્સ્ટર લિઝાર્ટ નામની પ્રજાતિ ભાગ્યેજ જોવા મળતી હોય પરંતુ બંને વચ્ચે ઝગડો થયાનું પણ ભાગ્યેજ નિહાળવા મળે છે. ગીરગઢડા નીતલી-વડલી ગામની સીમ વિસ્તારમાં આવેલ નેરા પાસે આવેલ ઝાળી જાખરામાં જંગલી બે મોન્સ્ટર લિઝાર્ટ વચ્ચે લડાઈ થઈ હતી. આ સમગ્ર ઘટના મોબાઈલમાં કેદ કરી હતી. જે વીડિયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ. આ જંગલી મોન્સ્ટર લિઝાર્ટની લાઇવ દ્રશ્યોનો વીડિયો એક મિનિટથી વધુનો હોય મોન્સ્ટર લિઝાર્ટ એક બીજા સામ સામે ઉશ્કેરાઈ જઈ ઝગડતા હોવાનુ સામે આવેલ. બાદમાં બંને જંગલી મોન્સ્ટર ઝાળી જાખરામાં ચાલ્યાં ગયેલ..

 

 

જંગલી-મોન્સ્ટર-લિઝાર્ટ-બન્ને-વચ્ચે-યુધ્ધ..-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *