Gujarat

જંત્રાખડી ગામની ઘટનાને લઇને માણાવદરમાં આવેદનપત્ર અપાયું

(જીગ્નેશ પટેલ દ્વારા)
કોડીનાર તાલુકાના જંત્રાખડીમાં આઠ વર્ષની બાળા પર દુષ્કર્મ મામલે માણાવદરમાં દશનામી ગૌસ્વામી પરિવાર તથા સર્વે સમાજે સાથે રહીને માણાવદર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામે માનવતા લજવતી તાજેતરની ઘટનામાં માસૂમ દીકરી પર આજ ગામના નરાધમ શામજી એ દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી હતી. સ્થાનિક પોલીસ અને જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી લીધો છે ત્યારે આરોપીને ફાંસીની સજા થાય અને ભવિષ્યમાં આવો અપરાધ ન થાય તે માટે દાખલો બેસે તેવી કાર્યવાહી કરી પરિવારને ન્યાય આપવામાં આવે તેવી માણાવદર દશનામ ગૌસ્વામી સમાજે માગણી કરી છે
રીપોર્ટર – જીગ્નેશ પટેલ માણાવદર

IMG_20220624_112813.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *