Gujarat

જમીનના સાટાખત હોવા છતાં પોલીસે ધમકાવી કોરા કાગળમાં સહી કરાવી

 

રાજકોટ
રાજકોટ શહેર પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ સામે તોડ પ્રકરણનો આક્ષેપ કરનાર સાંસદ રામભાઇ મોકરિયા અને ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલના સમર્થનમાં રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ અર્જુન પટેલે ટેકો આપ્યો છે. અર્જુન પટેલે જણાવ્યું કે, જ્યારે સાંસદ, ધારાસભ્ય કક્ષાના પદાધિકારીઓ પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારી અને અધિકારી વિરુદ્ધ આવા ગંભીર આક્ષેપો કરે તે લાંછનરૂપ ઘટના કહેવાય. તાત્કાલિક આક્ષેપોની ઉચ્ચસ્તરે ખાતાકીય તપાસ કરવી જાેઇએ. તપાસ દરમિયાન આક્ષેપો સત્ય સાબિત થાય તો સસ્પેન્ડ સુધીની કાર્યવાહી કરવી જાેઇએ. ત્યારે પોલીસના ઉચ્ચ અધિકારી અને અધિકારીઓ સામે આક્ષેપ કરનાર સાંસદ રામભાઇ અને ધારાસભ્ય ગોવિંદભાઇને ગમે ત્યારે પોલીસ તોડ પ્રકરણમાં કાનૂની સહયોગની જરૂર પડશે તો પોતે તેમની સાથે રહેશે તેમ બાર પ્રમુખ પટેલે કહ્યું છે.રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવી સામે ધારાસભ્ય ગોવિંદ પટેલે કમિશનબાજીનો આક્ષેપ કર્યા બાદ દરરોજ નવા નવા ફણગા ફૂટી રહ્યા છે. ક્રાઇમ બ્રાંચના પીઆઇ અને એક પીએસઆઇ સામે બળજબરીથી જમીન ખાલી કરાવવાનો વધુ એક આક્ષેપ થતાં ક્રાઇમ બ્રાંચની નીતિરીતિ સામે અનેક સવાલો ઊઠી રહ્યા છે. રવુભા ધાધલ નામના યુવકે આક્ષેપ કર્યો હતો કે, નવાગામ આણંદપરમાં તેમણે રૂ.૩.૨૫ કરોડમાં રાજુ લીંબાસિયા પાસેથી જમીન ખરીદ કરી હતી, રાજુને બેંક ખાતા મારફત રકમ આપી હતી અને જમીનના સાટાખત પણ કર્યા હતા, દસ્તાવેજ કરાવી દેવા બાબતે અનેક વખત કહેવા છતાં રાજુએ બહાના કાઢી દસ્તાવેજ કરી આપ્યા નહોતા, એક દિવસ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ જાેગરાણા સ્ટાફ સાથે ધસી આવ્યા હતા અને ક્રાઇમ બ્રાંચે લઇ ગયા હતા ત્યાં પીઆઇ ગઢવી પણ હતા. બંને અધિકારીઓએ કહ્યું હતું કે, નવાગામની જમીન ભૂલી જા, પોતાની પાસે પૂરતા પુરાવા હોવાનું કહેતા ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ રવુભાને તે પુરાવા રજૂ કરવાનું કહ્યું હતું, રવુભાઇએ સાટાખત અને બેંકમાં પૈસા ભર્યાની પહોંચ રજૂ કરતાં બંને અધિકારીઓએ હવે પુરાવા પણ ભૂલી જજે અને જમીન તરફ ફરક્તો પણ નહીં, નહિતર લેન્ડ ગ્રેબિંગમાં ફિટ કરી દઇશું, ક્રાઇમ બ્રાંચના પીઆઇ અને પીએસઆઇએ હવાલો લઇ પોતાની પાસેથી જમીન ખાલી કરાવ્યાનો યુવકે આક્ષેપ કર્યો હતો. રવુભા ધાધલે કહ્યું હતું કે ધારાસભ્ય ગોવિંદ પટેલના ક્ષેપો ભર્યા લેટર બોમ્બ બાદ તેમનામાં હિંમત આવી હતી કે આખરે હવે પોલીસની કાળી કરતુતો સામે લાવવી જાેઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *