Gujarat

જમીન અને ૨ લાખ રોકડાની લાલચે પુત્રે જ માતા-પિતાની હત્યા કરી

પાટડી
મેરા હત્યાકેસમાં ઘરની ઓસરીમાં સૂતેલા આધેડ દંપતી પર ઘાતકી હુમલામાં વૃદ્ધ મહિલા ગજરાબહેનનું ગળું કાપીને ક્રૂરતાપૂર્વક હત્યા કરાઈ હતી જ્યારે વૃદ્ધ પાલા ભગતને ગળા પર ગંભીર ઈજા પહોંચતાં હૉસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તેઓ આઇસીયુ વિભાગમાં હોવાની સાથે બોલી શકવાની સ્થિતિમાં ન હોવાથી એમનું નિવેદન લઈ શકાયું નહોતું. અને બાદમાં પાલાભાઈના નિવેદનના આધારે પોલીસે આ કેસમાં ફરિયાદી બનેલા હત્યારા પુત્ર બાબુ વાઘેલાની અટક કરી સઘન પૂછપરછ કરતાં એ ભાંગી પડ્યો હતો. અને પોલીસ તપાસમાં એણે કબૂલ્યું હતું કે બંને માતા-પિતાને મોતને ઘાટ ઉતારી દઉં તો રૂ. ૨ લાખ અને બધી જમીન મળી જાય એટલે ફરિયાદી પુત્રે જ માતા-પિતાને ઊંઘમાં જ પતાવી દેવાનું કાવતરું રચ્યું હતું. આ કેસમાં હજી વધુ નામો ખૂલવાની આશંકાએ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પાલા ભગતે સંયુક્ત માલિકીની જમીન વેચતાં રૂ. ૮ લાખ આવ્યા હતા. જેમાં બંને દીકરીને દોઢ-દોઢ લાખ આપ્યા હતા. પોતે દોઢ લાખની ગાડી લીધી, દોઢ લાખ એમપી રહેતા બીજા દીકરાને આપ્યા હતા. વધેલા ૨ લાખ ભગતે પોતાની પાસે રાખ્યા હતા. એ ૨ લાખ પર પુત્ર બાબુની નજર હતી. પાલા ભગત પાસે ગામમાં પણ બીજી જમીન હતી. જે પોતાની પત્ની અને દીકરા બાબુના પુત્રના નામે વીલ કરી હતી. આથી બાબુએ પ્લાન બનાવ્યો કે, માતા-પિતાને મોતને ઘાટ ઉતારી દઉ તો બાપા પાસે પડેલા ૨ લાખ મને મળે, માતાનું મોત થશે તો બધી જમીન મારા દીકરાના નામે થઇ જશે. મેરા હત્યાકેસમાં વધુ ને વધુ ખુલાસા બહાર આવી રહ્યા છે, જેમાં હત્યારા પુત્રે બંને માતા-પિતાને મોતને ઘાટ ઉતારી દઉં તો રૂ. ૨ લાખ અને બધી જમીન મળી જાય એટલે ફરિયાદી પુત્રે જ માતા-પિતાને ઊંઘમાં જ પતાવી દેવાનું કાવતરું રચ્યું હતું. આ કેસમાં હજી વધુ નામો ખૂલવાની આશંકાએ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *