કોઈપણ જાતિ કે સમાજની વિકાસ યાત્રા જોવી હોય તો તે સમાજની મહિલાઓની સ્થિતિ જુઓ -પ્રાચાર્ય અનિલ કામ્બલે
—————–
રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
ખેડા જિલ્લાના કઠલાલ ખાતે આવેલ જવાહર નવોદય વિદ્યાલયના પ્રાંગણમાં આપણા ભારત દેશના બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન એવા
ડૉ.બી.આર.આંબેડકરની 131 મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમના અધ્યક્ષ પ્રાચાર્ય અનિલ કામ્બલે તથા ઉપસ્થિત સર્વે સ્ટાફ સદસ્યોએ પુષ્પાજંલિ તથા દિપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. શાળાના વિદ્યાર્થીઓ મા. ધન્ય પટેલ, મા.સુજલ રાઠોડ તથા કુ. ગ્રીષ્મા મકવાણાએ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું. મા.અમિત વણકરે બાબા સાહેબના જીવન પર આધારિત સુંદર ભજન ગાયું હતું. શાળાના શિક્ષક વિજયકુમાર રાઠોડ તથા ચીરાગ બેન પટેલ દ્વારા બાબા સાહેબના જીવનમૂલ્યો પર આધારિત વક્તવ્ય આપી સર્વેને માહિતગાર કર્યા હતા. મંચ સંચાલન શાળાના હિન્દી વિષયના શિક્ષક કે.એસ.મીણા દ્વારા કરવામાં આવ્યું હતું.
તા.21 ફેબ્રુઆરીના રોજ વિશ્વ માતૃભાષા દિવસે ગુજરાતી ભાષાના શિક્ષકો ડી.એસ.મીસ્ત્રી તથા એચ.એમ.મકવાણા દ્વારા વિવિધ પ્રતિયોગિતાઓનું આયોજન કરાયું હતું. આજના આ શુભ દિવસે વિજેતા છાત્રોને પ્રાચાર્ય અનિલ કામ્બલે ના કરકમલોથી પ્રમાણપત્ર તથા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતુ. વિજેતા છાત્રોની યાદી નીચે મુજબ છે.
(1) નિબંધ લેખન સ્પર્ધા :
————————–
સિનિયર વિભાગ :
પ્રથમ: દિવ્યા પટેલ
દેવાંગી અમલિયાર
દ્વિતિય: દેવ પટેલ
કિંજલ ચૌહાણ
તૃતિય:ધન્ય પટેલ
જુનિયર વિભાગ :
પ્રથમ: પ્રિશા દરજી
હર્નિલ રાઠોડ
દ્વિતિય: દિવ્યેશ ગોસાઇ
તૃતિય: નિરવ દરજી
પ્રિંકલ ઝાલા
(2) કાવ્ય લેખન :
——————————-
સિનિયર વિભાગ :
પ્રથમ: મહેંક ખલાસી
હેતાક્ષી તપોધન
દ્વિતિય: જીયા પટેલ
તૃતિય: દરક્ષા પઠાણ
જુનિયર વિભાગ:
પ્રથમઃ કવિશ શાહ
દ્વિતિય: રીચા કટારિયા
તૃતિય: દિવ્યેશ ગોસાઇ
નિરવ દરજી
(૩) વાર્તાલેખન :
—————————–
સિનિયર વિભાગ:
પ્રથમ: ઉજ્જવલા ચાવડા
દ્વિતિય: ધ્વનિ પટેલ
તૃતિય: બ્રીજેશ સોલંકી
જુનિયર વિભાગ:
પ્રથમ: આકાશ ચૌહાણ
દ્વિતિય: નિરવ દરજી
તૃતિય: આદર્શ
(4) સુલેખન :
———————————-
સિનિયર વિભાગ :
પ્રથમ: દિવ્યા પટેલ
પ્રિયાંશી રાણા
દ્વિતિય: દરક્ષા પઠાણ
તૃતિય: પ્રથા પટેલ
જુનિયર વિભાગ :
પ્રથમ: સ્મિત રાણા
દ્વિતિય: પ્રિયાંશ પરમાર
તૃતિય: પર્લ પટેલ
હેત પટેલ
(5) વિજ્ઞાપન/જાહેરાત:
—————————
સિનિયર વિભાગ :
પ્રથમ : વિવેક ચૌહાણ
નયન પરમાર
દ્વિતિય : જૈમિન રાઠોડ
તૃતિય : રાહુલ ભૂરિવા
રાજ પ્રણામી
(6) સુવિચાર લેખન :
—————————-
સિનિયર વિભાગ :
પ્રથમ : ભૂમિ જૈન
દ્વિતિય : ગ્રીષ્મા મકવાણા
તૃતિય : અભિલાષા રાઠોડ
(7) નાટક લેખન :
——————————-
સિનિયર વિભાગ :
પ્રથમ : રિદ્ધિ પટેલ
દ્વિતિય : ભૌમિલસિંહ ચૌહાણ
તૃતિય : બ્રીજેશ સોલંકી
(8) કહેવત લેખન :
—————————–
સિનિયર વિભાગ :
પ્રથમ : હેત ઝાલા
દ્વિતિય : ધન્ય પટેલ
તૃતિય : તીર્થ પ્રજાપતિ
માતૃભાષાની આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં ભાગ લઈ સફળતા પામેલા વિજેતા બાળકોને શાળાના પ્રાચાર્ય શ્રી અનિલ કાંબલેએ અભિનંદન પાઠવી ઉત્સાહવર્ધન કર્યો હતો. શ્રી અનિલ કામ્બલેએ બાબાસાહેબનાં જીવનમાંથી પ્રેરણા લઈ સર્વેને સમાનતાનો સંદેશ આપી શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરવા પ્રેર્યા હતા.


