Gujarat

જામનગરની એલસીબીની ટુકડીએ હરિયાણાના છેતરપિંડી આચરતા ૨ શખ્સો ઝડપ્યા, જુદી જુદી બેંકના ૩૦થી વધુ એટીએમ કાર્ડ મળી આવ્યા

જામનગર
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમને મળી મોટી સફળતા, જાેગર્સ પાર્ક વિસ્તારમાં આવેલા બેન્કના એટીએમમાં પૈસા ઉપાડવા માટે આવેલા બે અજાણ્યા શખ્સોની શંકાસ્પદ હિલચાલ વિશે માહિતી મળતાની સાથેજ પોલીસ ની ટીમ વોચ ગોઠવી તો ખબર પડી કે તેઓ દ્વારા એટીએમ મશીનમાં ગોટાળા કરીને નાણાં કાઢી લેતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. તે બંનેને એલસીબીની કચેરીએ લઇ જવાયા પછી તેઓના નામ પુછતાં એક શખ્સ પોતાનું નામ વારીસખાન રતીખાન પઠાણ ૨૮ અને હરિયાણા રાજ્યના વતની હોવાનું તેમજ બીજાનું નામ આંસારખાન ક્યૂમખાન અને તે પણ હરિયાણા રાજ્યનો વતની હોવાનુંકબૂલ્યું હતું. પોલીસ દ્વારા બન્ને શખ્સોની તલાશી લેવામાં આવતાં તેઓના કબજામાંથી જુદી જુદી બેન્કોના ૩૦ થી વધુ એટીએમ કાર્ડ અને બે મોબાઇલ મળી આવ્યા હતા. ઉપરાંત ક્રોડ ના માધ્યમ થી એકઠી કરેલી કેટલીક રોકડ રકમ મળી આવી હતી. જે કબજે કરીલઇ બંને શખ્સોની ઊંડાણપૂર્વકની પૂછપરછ શરૂ કરાઇ હતી.લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમની પૂછપરછ દરમિયાન બંને શખ્સો પોતાના વતનમાંથી નીકળ્યા પછી જુદાજુદા રાજ્યમાં થઈને જામનગર આવ્યા હતા. અને પોતાના મિત્ર વર્તુળ, ઉપરાંત સગાસંબંધીઓ, વગેરેના ૩૦થી વધુ એટીએમ કાર્ડ મેળવી લીધા હતા. જે એટીએમ કાર્ડ માટે જુદા જુદા બેંકોના એટીએમ મશીનમાં તપાસણી કરતા હતા. જ્યાં એટીએમ મશીનને ચાલુ બંધ કરવાની સ્વીચ ધ્યાનમાં હોય તે સ્થળે ઊભા રહીને સૌપ્રથમ બેંકના મશીનમાં એટીએમ કાર્ડ નાખીને નાણાં કાઢવાની પ્રક્રિયા હાથ ધરતા હતા. આ કાર્યવાહી સમયે બેંકમાં એટીએમ મશીનમાં એન્ટ્રી પડતી ન હોવાથી બેંકમાં જઇ પોતાના ખાતામાં તેટલી જ રકમના નાણાં જમા કરાવી લેતા હતા. તેઓએ અનેક મશીનમાં આવીરીતે ફ્રોડ કર્યો હોવાનું ધ્યાનમાં આવ્યું છે, અને રસ્તામાં જુદા જુદા સ્થળે તે રકમ વાપરી નાખી હોવાનું કબૂલ્યું છે. જે દરમિયાન ચલણી નોટ બહાર આવે ત્યારે જ મશીન ની સ્વીચ બંધ કરી દેતા હતા, અને મશીનમાં સલવાયેલી ચલણી નોટોને ખેંચી લેતા હતા.
જે સમગ્ર મામલે એલસીબીના પીઆઇ બી.એમ. દેવમુરારી દ્વારાથંબંને શખ્સો સામે જામનગરના સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ ૪૨૦, ૫૧૧ અને ૧૧૪ મુજબ ગુન્હો નોંધ્યો છે, અને વધુ પૂછફરજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *