Gujarat

જામનગરમાં ત્રીજી લહેરને પહોંચી વળવા ૧૮ એમ્બ્યુલન્સ તૈનાત

જામનગર
જામનગર શહેર અને જિલ્લામાં કોરોના ના કેસ તેજ ગતિથી વધી રહ્યા છે, અને દિવસેને દિવસે કોરોના ના વધુને વધુ કેસો સામે આવી રહ્યા છે, ત્યારે ત્રીજી લહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓની મદદે પહોંચી શકાય તે માટે જામનગર જિલ્લાની ૧૦૮ ની ટુકડી સંપૂર્ણપણે સજ્જ બની ગઈ છે, અને ૧૦૮ ની જામનગર શહેરની ૮ એમ્બ્યુલન્સ અને તેમનો સ્ટાફ ઉપરાંત જામનગર ગ્રામ્ય વિસ્તારની ૧૦ એમ્બ્યુલન્સ અને તેમનો સ્ટાફ વગેરે દ્વારા ત્રીજી લહેરમાં દર્દીઓની મદદે સમયસર પહોંચી શકાય તે માટેની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. અને ૨૪ કલાક દરમિયાન કોઈ પણ પ્રકારની ઇમરજન્સી સેવામાં પહોંચી વળવા માટે દવાઓ તથા અન્ય જરૂરી સાધનસામગ્રી વગેરે એમબ્યુલન્સમાં સંગ્રહ કરી લેવામાં આવી છે. ઉપરાંત ૮૦ જેટલા સ્ટાફને કામની વહેચણી કરી દઇ ૨૪ કલાક ની સેવા ઉપલબ્ધ કરી શકાય તે પ્રકારની તમામ વ્યવસ્થાની ગોઠવણ કરી દેવામાં આવી છે. જામનગર શહેરમાં જુદાજુદા ૮ જેટલા સ્થળોએ એમ્બ્યુલન્સ રાખવામાં આવે છે, તે જ રીતે જામનગર ગ્રામ્યના ધ્રોલ, જાેડિયા, કાલાવડ, જામજાેધપુર, લાલપુર, સિક્કા, જાેડીયા સહિતના વિસ્તારોમાં ૧૦ જેટલી ૧૦૮ ની એમ્બ્યુલન્સ ને રાખવામાં આવે છે, જ્યાં તમામ સ્ટાફને પણ રાઉન્ડ ધ ક્લોક ફરજ પર મૂકી દેવામાં આવ્યો.તેવું ૧૦૮ પ્રોગ્રામ મેનેજર બીપીન ભેટારીયા, જિલ્લા મેનેજર જયદેવસિંહ જાડેજા,પ્રતીક જાદવ,સહિત ૧૦૮ ની ટીમે જણાવ્યું હતું.જામનગર શહેર અને જિલ્લામાં કોરોના નું સંક્રમણ વધ્યું છે, ત્યારે કોરોના ની ત્રીજી લહેર માં પહોંચી વળવા ના માટે ૧૦૮ ની ટીમ તૈયાર છે, તેમજ ૧૮ એમ્બ્યુલન્સમાં ૮૦ થી વધુ સ્ટાફ ખડેપગે રહેશે.

18-ambulances-deployed-to-meet-the-third-wave.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *