Gujarat

જામનગરમાં પત્ની સાથે ઘરકંકાશ થતા યુવાનને તળાવમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી

જામનગર
જામનગરમાં પ્રેમ લગ્ન કરનાર યુવાન અને તેની પત્ની વચ્ચે વિખવાદ થતા યુવાને જીવતરનો અંત આણ્યો છે. ઘરકામ તેમજ મિત્રો સાથે ફરવા બાબતે પત્ની સાથે ઘરકંકાશ થતા યુવાનને મનમાં લાગી આવ્યું હતું અને તેણે લહેર તળાવમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જામનગર નજીક ખંભાળિયા ધોરીમાર્ગ પર નાઘેડી ગામ નજીક આવેલા લહેર તળાવમાંથી રામેશ્વર નગરમાં ર્નિમલ નગર વિસ્તારમાં હરસિદ્ધિ પ્રવીણ સ્ટોરની બાજુમાં રહેતા ભાવિન પરેશભાઈ ગૌતમી નામના ૨૨ વર્ષે યુવાનોનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતકનો કબજાે સંભાળી તેના પરિવારજનોને જાણ કરી હતી. આ બનાવ અંગે મૃતકના પિતા પરેશભાઈ ગૌતમે પંચકોસી બી ડિવિઝન પોલીસ દફતરમાં પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. મૃતક પુત્ર ભાવીને સાતેક મહિના પૂર્વે પ્રેમ લગ્ન કર્યા હતા અને તે દંપતિ પરિવારથી અલગ રહેતું હતું. આ સાત માસના ગાળા દરમિયાન ઘરકામ બાબતે તેમજ તેના મિત્રો સાથે ફરવા જવા બાબતે પત્ની સાથે ઝઘડા થતા હતા. જેને લઈને મનોમન લાગી આવતા ભાવીને પોતાના ઘરેથી એકલા નીકળી, લહેર તળાવમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે પંચકોષી બી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

File-01-Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *