Gujarat

જામનગરમાં પિતાએ દિકરી પર દુષ્કર્મ ગુજારતા ગર્ભવતી બનાવી

જામનગર
દેશ સહિત ગુજરાતમાં દુષ્કર્મના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે જામનગરમાં નરાધમ પિતાએ પોતાની ૧૫ વર્ષની સગીર માસુમ પુત્રીને પોતાના હવસનો શિકાર બાનાવી અનેક વખત દુષ્કર્મ ગુજાર્યુ હતું. જેથી પુત્રી ગર્ભવતી બની હતી. જેને લઈ ચકચાર મચી છે. નરાધમ પિતા પત્યે લોકોએ ફિટકારની લાગણી વરસાવી છે. તો બીજી તરફ પોલીસે નરાધમ પિતાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં રહતો અને મજુરીનો વ્યવસાય કરતો ૪૪ વર્ષનો નરાધમ પિતાએ પોતાની વાસના સંતોષવા માટે પોતાની જ માસુમ પુત્રીને શિકાર બનાવી છે. અનેક વખત પાપાચાર આચરીને પિતાએ માસુમ પુત્રીને ગર્ભવતી બનાવી દીધી હતી. આ બનાવ સામે આવતા પોલીસ દફ્તર સુધી પહોંચ્યો છે. જેને લઈ બી ડિવિઝન પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને માસુમ બાળકીનો કબજાે સંભાળ્યો હતો તો નરાધમ પિતાની પણ ધરપકડ કરી લીધી છે. પોલીસે નરાધમ વિરૂદ્ધ દુષ્કર્મ તેમજ પોક્સો એક્ટ મુજબ ફરિયાદ નોંધી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *