જામનગર તા.૦૩માર્ચ,જામનગર જિલ્લાના બાગાયત ખેતી કરતા તમામ ખેડુતોને જણાવવાનું કે,બાગાયતની વિવિધ યોજનાઓમાં લાભ લેવા માટે ખેડૂતો સરકારશ્રી દ્વારા ખુલ્લા મુકવામાં આવેલ આઇ-ખેડુત પોર્ટલ ઉપર તા.૩૦-૦૪-૨૦૨૨ સુધીમાં ઓનલાઇન અરજીઓ કરી જરૂરી સાધનીક કાગળો જેવા કે ઓનલાઇન અરજીની પ્રિન્ટ નકલ,૭-૧૨, ૮-અ,જાતિના દાખલા,આધારકાર્ડ, રેશન કાર્ડ, બેન્ક બચત ખાતાની નકલ સાથેની અરજીઓ સામેલ રાખી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન-૪, પ્રથમ માળ, સુભાષ પુલ પાસે, જામનગર ફોન નં. ૦૨૮૮ ૨૫૭૧૫૬૫ ખાતે તાત્કાલિક પહોંચતી કરવા નાયબ બાગાયત નિયામકજામનગરની યાદી દ્વારા જણાવવામાં આવે છે.
દિવ્યાત્રિવેદી
