Gujarat

જામનગર જિલ્લામાં વરસાદી ઝાપટા વરસ્યા

જામનગર
જામનગર શહેરમાં ભારે મેઘાડંબર વચ્ચે અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. બપોરે વાદળોના ગડગડાટ સાથે મેધરાજાએ ધોધમાર વરસવાનો પ્રારંભ કર્યો હતો જેમાં લગભગ અડધી કલાક સુધી વરસેલા વરસાદે અડધા ઇંચથી વધુ પાણી વરસાવી દેતા માર્ગો જળબંબોળ બન્યા હતા. વ્યાપક મેઘાડંબર વરચે પોણો કલાક વરસાદ રહ્યા બાદ મેઘરાજા એ વિરામ લીધો હતો. સાંજ સુધી હળવા ઝાપટા પણ યથાવત રહયા હતા. જયારે જામજાેધપુરમાં ૬ મી.મી., લાલપુર-જાેડીયામાં ૨-૨ મી.મી. વરસાદી ઝાપટા રહ્યા હતા. અન્ય તાલુકા મથકોમાં વરસાદી વિરામ રહ્યો હતો મેઘાવી માહોલ વચ્ચે તાલુકાકક્ષાના ગામોમાં જામનગરના લાખાબાવળમાં ૩ મી.મી., જાેડિયાના હડીયાણામાં ૫ મી.મી., કાલાવડના ખરેડીમાં ૫ મી.મી., નવાગામમાં ૩ મી.મી., જામજાેધપુરના જામવાડીમાં ૪ મી.મી., વાંસજાળીયામાં ૬ મી.મી., પરડવામાં ૩ મી.મી., લાલપુરના ભણગોરમાં ૫ મી.મી., મોટા ખડબામાં ૨ મી.મી., મોડપરમાં ૨ મી.મી. ના સામાન્ય ઝાપટાં વરસ્યા હતાં.જામનગર શહેરમાં સવાર થી જ વરસાદી ઝાપટા પડી રહ્યા છે ત્યારે રાજ્યભરમાં છેલ્લા બે સપ્તાહથી અવિરત મેઘ મહેર થઈ રહી છે. ત્યારે સવારે ૬ઃ૦૦ વાગ્યા સુધી ૨૪ કલાક દરમિયાન જામનગરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.

Page-41.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *