Gujarat

જામનગર પાસે દીપડો દેખાતાં લોકોમાં ભય ફેલાયો

જામનગર
જામનગરથી ૪૫ કિલોમીટર દૂર આવેલા ખટિયા અને સાજડીયારી રસ્તા પર મોટર કારમાં જતા લોકોને દીપડો દેખાયો હતો. ત્યારે દીપડો દેખાતાં તેમણે તેનો વીડિયો ઉતારતાં તે સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જાે કે વીડિયો મોડીરાત્રીનો હોવાની શક્યતા દેખાઈ રહી છે. દીપડો દેખાતા આજુબાજુના ગામના લોકોમાં પણ ભયનું મોજું છવાઈ ગયું છે. કારની અંદર બેઠેલા લોકોએ રસ્તા પરનો વીડિયો ઉતારતા હતા, ત્યારે અચાનક દીપડો દેખાયો હતો. દીપડો દેખાતાની સાથે જ ગાડીમાં સવાર લોકોએ ગાડી રીવર્સ લઈ બાવળની ઝાડી સામે ઉભી રાખી લાઈટ મારતાં દીપડો બાવળની ઝાડીમાં બેઠેલો દેખાયો હતો. ત્યારબાદ થોડી વાર પછી ચાલ્યો ગયો હતો. ફરી પાછો દીપડો રોડ પર લટાર મારવા નીકળ્યો હતો અને ઝાડીમાં ઘુસી ગયો હતો. જામનગરથી ૪૫ કિલોમીટર દૂર આવેલા ખટિયા અને સાજડીયારીના રસ્તા વચ્ચે દીપડો દેખાતા વન વિભાગ દોડતો થયો છે.

An-atmosphere-of-fear-among-the-people-who-see-the-panther.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *