જામનગર
જામનગર મહાનગર પાલિકાના વિપક્ષી નેતા નિમણૂકની જાહેરાત શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા અને પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફી સહિત કોંગ્રેસના હોદ્દેદારો ની હાજરીમાં કરવામાં આવી હતી. મહાનગરપાલિકાને નવા મળેલા વિપક્ષના નેતા વોર્ડ નંબર ૧૫માં કોર્પોરેટર તરીકે કાર્યરત છે અને આનંદ રાઠોડની કોર્પોરેટર તરીકે ૩ ટર્મ કાર્યરત છે. આનંદ રાઠોડની કોંગ્રેસના સિનિયર નગરસેવક છે. મહાનગરપાલિકાની વિપક્ષ પદની જવાબદારી આજરોજ આનંદ રાઠોડને આપવામાં આવી છે. આનંદ રાઠોડના સમર્થકો દ્વારા ફટાકડા ફોડી ઢોલ શણગાર વગાડીને વિપક્ષી નેતાપદની ઉજવણી કરી હતી. સાથે તેમના સમર્થકો દ્વારા રોડ પર ફટાકડા ફોડી અને ઢોલના તાલે મહાનગરપાલિકાના પટાંગણમાં ખંભા પર ઉચકી લીધો હતા. જ્યારે જામનગર મહાનગરપાલિકાના વિપક્ષના ઉપનેતા પદ માટે બહુજન સમાજ પાર્ટીના ફુરકાન શેખ નિમણૂક કરવામાં આવી છે. જે વોર્ડ નંબર ૬માં હાલ નગર સેવક તરીકે કાર્યરત છે. જ્યારે મહાનગરપાલિકામાં બહુજન સમાજ પાર્ટીના ત્રણ નગર સેવકો છે. ત્યારે વિપક્ષ નેતા પદ બહુજન સમાજ પાર્ટીના ફાળે આપવામાં આવ્યું છે. જામનગર મહાનગર પાલિકાના વિરોધ પક્ષના દંડક તરીકે વોર્ડ નંબર ૧ ના મહિલા નગરસેવક જુનેદાબેન નોતિયારને આપવામાં આવ્યું છે. જે હાલ ૨ બીજી ટર્મ કાર્યરત છે અને હાલ વોર્ડ નંબર ૧માં માહિલા નગરસેવિકા તરીકે ફરજ બજાવે છે.જામનગર મહાનગર પાલિકાના વિપક્ષી નેતા તરીકે આનંદ રાઠોડની નિમણૂક કરવામાં આવી છે. ૧૧ માસના લાંબા સમય બાદ મહાનગરપાલિકામાં વિપક્ષી નેતા નિમણૂક કરવામાં આવી છે. જ્યારે જામનગર મહાનગર પાલિકાના વિપક્ષી ઉપનેતા પદ બહુજન સમાજ પાર્ટીના ફુરકાન શેખને આપવામાં આવ્યું છે. તેમજ વિપક્ષી દંડક તરીકે જુબેદાબેન નીતિયારની નિમણૂક કરવામાં આવી છે.
