જામનગર તા.૨૦ એપ્રિલ, ગુજરાત સરકારના સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગના સમાજ સુરક્ષા ખાતા હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા નેશનલ કમીશનર ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઈટસ (એન.સી.પિ.સી.આર.) નવી દિલ્હી દ્વારા બનાવેલા બાળ સ્વરાજ પોર્ટલ પર જામનગર જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ૧૦૧ સ્ટ્રીટ ચિલ્ડ્રનનો સર્વે કરી તેઓની વિગતો એકત્રીત કરી અપલોડ કરવામાં આવેલ હતી. વધુમાં આ બાળકોના આરોગ્ય, શિક્ષણ, સંસ્થાકીય સંભાળ, કૌટુંબીક પુન: સ્થાપન જેવી સહાય આપવાની સુચનાઓ સામાજિક અને ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આપવામાં આવેલ હતી. સદર બાળકો માટે જામનગર જિલ્લા સમાજ અધિકારીશ્રી ડો. પ્રાર્થનાબેન વી. શેરશીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી જ્યોત્સનાબેન હરણ તથા ટીમના સભ્યો પૃર્વીબેન ચુડાસમા, યશદીપસિંહ જાડેજા તેમજ રમેશભાઇ સઘાણી દ્વારા મારવાડા વાસ દરેડ વિસ્તારના સ્ટ્રીટ ચાઈલ્ડ્નો તા.૧૩-૦૪-૨૦૨૨ ના રોજ મારવાડી વાસ, દરેડ ખાતે જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા આ બાળકો હેતુ કાઉંન્સેલિંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું આ કેમ્પ દ્વારા નોંધાયેલા બાળકો સિવાયના પણ બાળકો અને તેમના પરિવારની મનોસ્થિતિ તેમજ આ પરિવારોની જરૂરિયાતો જાણવા મળેલ.
આ સાથે આ વિસ્તારમાં બાળ લગ્ન અંગેનો જાગૃતિ કાર્યક્ર્મ કરવામાં આવેલ જેમાં બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી કમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડો. પ્રાર્થનાબેન વી. શેરશીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા બાળ સુરક્ષા કાયદા વિશેની સમજ આપવામાં આવેલ.


