રાજ્યના રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ અંતર્ગતના ગુજરાત રાજ્ય યોગ બોર્ડના દ્વારા જૂનાગઢમાં યોગ ટ્રેનર્સ માટે એક માહિનાની તાલીમનુ આયોજન કરવામાં આવ્યું છે. જેનો તા.૧લી જાન્યુઆરીથી પ્રારંભ થશે.
શહેરના મોતીબાગ નજીકની શ્રી આર.એસ. કાલરીયા પ્રા. સ્કૂલ ખાતે યોજાનાર આ તાલીમ વિનામૂલ્યે આપવામાં આવશે. આ તાલીમ પૂર્ણ કર્યા બાદ યોગબોર્ડ દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. તાલીમનો સમય સાંજે ૪.૧૫ થી ૫.૩૦ કલાક સુધીનો રહેશે. આ નિશુલ્ક તાલીમમાં જોડવવા માટે યોગ કોચ વૈશાલીબેન સુડાસમાનો (નં.૯૭૨૭૦ ૨૧૨૫૮) સંપર્ક કરવાનો રહેશે.
