જૂનાગઢ
જૂનાગઢના પલાસવા ગામે રહેતા હિતેષભાઈ સોલંકી અને હરેશભાઈના બાળકો રમી રહ્યા હતા ત્યારે બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેથી હિતેષભાઈ સોલંકીએ હરેશના છોકરાને થપ્પડ મારી ઠપકો આપ્યો હતો. જેથી હરેશ સીધો તલવાર જેવું હથિયાર લઈ હિતેષના ઘર પર પહોંચ્યો હતો અને કહ્યું હતું કે, મારા છોકરાને કેમ માર્યું?તેમ કહી મારામારી કરી અને બાદમાં માથામાં તલવારનો ઘા માર્યો હતો. હિતેષને ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ મામલે હિતેષ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે હરેશ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.જૂનાગઢના પ્લાસવા વેલનાથપરામાં બે બાળકો વચ્ચે થયેલા ઝઘડા બાદ તેમના પરિવારજનો વચ્ચે પણ મારામારી થઈ હતી. એક બાળકના પિતાએ અન્ય બાળકના પિતા પર તલવાર વડે હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


