Gujarat

જેતપુરનાં દારૂ ની રેડ કરવા ગયેલ પોલીસ સાથે ઝપાઝપી પોલીસે એક વ્યક્તિ ની અટકાયત કરી ત્રણ ફરાર

બાપુની વાડી વિસ્તારમાં આવેલ મકાનમાં રેડ દરમિયાન આરોપીઓએ દારૂની બોટલો ફોડી
જેતપુરનાં બાપુની વાડી વિસ્તારમાં આવેલ મકાનમાં દારૂ સંતાડ્યો હોઈ પોલીસ ને ખાનગી રાહે બાતમી મળતા સિટી પોલીસ કર્મી સાથે ઝપાઝપી કરી દારૂની બોટલો ફોડી રેડ દરમિયાન અવરોધ પેદા કરી એક બીજાની મદદગારી કર્યાનો ગુનો જેતપુર સિટી પોલીસ મથકે નોંધાયો છે
પોલીસ ચોપડે નોંધાયેલા ગુના મુજબ જેતપુર સિટી વિસ્તારમાં આવેલ બાપુની વાડી વિસ્તારમાં ખાનગી રાહે હકીકત મળેલ કે ,જતીન ઉર્ફે બંટી રમેશભાઇ વાઘેલા , રહે.ખોડીયાર પાન વાળી ગલી , બાપુની વાડીમાં પોતાના કબજા ભોગવટાનાં મકાનમાં ગે.કા. ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડેલ છે તેવી હકીકત જગ્યા વાળી સ્થળે રેડ કરતા જે મકાનની ડેલી ખુલ્લી હોય જે ડેલી અંદર બાથરૂમ પાસે એક ઇસમ હાજર હોય જે પોલીસને જોઇ બાથરૂમમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો ફેંકવા લાગેલ જેથી જેમ તેમ કરી પોલીસ ડેલી અંદર પ્રવેશ આરોપી જતીન પોલીસ કર્મી મંદીપસિંહ સાથે ઝપાઝપી કરવા લાગેલ આ ઝપાઝપી દરમ્યાન અન્ય આરોપી જતીન નો શર્ટ ફાટી ગયેલ જ્યારે અન્ય આરોપીનું નામ પૂછતા પંકજભાઇ તેજાભાઇ વાઘેલા , જાતે – અનુ.જાતિ , ઉ.વ .૩૭ , ધંધો – કંટ્રક્શનનો , રહે.વડલી ચોક , જેતપુર વાળો હોવાનું તુટક તુટક શબ્દોમાં જણાવેલ,જેથી પકડાયેલ ઇસમ નશા તળે હોવાનું જણાયેલ હતું જ્યારે અન્ય આરોપીઓ નું પૂછતા જતીન ઉર્ફે બંટી રમેશભાઇ વાઘેલા તે હાલ જ બાપુની વાડીમાં ગયેલ હોવાનું જણાવતા જેતપુર સિટી પો.કોન્સ . રામજીભાઇ ગરેજા તથા અભયરાજસિંહ જાડેજા બન્ને તેને પકડવા માટે ગયેલ . ઇસમને પકડી રાખેલ તે દરમ્યાન બે ઇસમો મનીષ ઉર્ફે કાળો હરીભાઇ પારઘી તથા તેનો ભાઇ ભરત હરીભાઇ પારઘી આવી બાથરૂમમાં રહેલ ઇંગ્લીશ દારૂ ભરેલ બે ઝબલા ઉંચકી ફોડવા લાગેલ તે ને રોકવાનો પ્રયત્ન કરતા બન્ને ઇસમોએ ધક્કા મારી ઝપાઝપી કરી ઝબલામાં રહેલ બોટલો ફોડી નાખેલ અને ઇસમને પકડવા માટે પોલીસ સ્ટાફ ઓછો હોય જેથી તેને પકડવા જતા બન્ને ઇસમો શેરીમાં આડા અવળા નાસી ગયેલ બાદ જેતપુર સિટી પોલીસનો અન્ય સ્ટાફને ફોન કરી બોલાવતા પો.કોન્સ . રામજીભાઇ ગરેજા તથા અભયરાજસિંહ , તથા લખુભા રાઠોડ તથા ઘનશ્યામસિંહ જાડેજા તથા શક્તિસિંહ ઝાલા તથા હિતેષભાઇ વરૂ સ્થળ ઉપર આવી ગયેલ દરમ્યાન ત્રણેય ઇસમોએ સ્થળ ઉપર કાળા ઝબલામાં ફોડેલ ઈંગ્લીશ દારૂની બોટલો જોતા , ડેલી પાસે છૂટી છવાયેલ ઈંગ્લીશ દારૂની કુટેલ બોટલના કાચના ટુકડા તથા બે કાળા ઝબલામાં ઇંગ્લીશ દારૂની બોટલો ફુટેલના કાચના ટુકડા તથા  ઢાંકણા જોવામાં આવેલ જે તમામ ઢાંકણા જોતા SIGNATUR RARE AGED WHISKY ના ઢાંકણા નંગ ૧૧ તથા BLENDERS PRIDE લખેલ ઢાંકણા નંગ -૯ જોવામાં આવેલ તથા છુટક કાચના ટુકડા એક કાપડની થેલી. તેમજ એક આખી બોટલ જોવામાં આવેલ જે જોતા SIGNAT UR RARE AGED WHISKY 750 ML ની ફોર સેલ ઈન રાજસ્થાન ઓન્લી લખેલ કાચની કંપની સીલ બંધ બોટલ , 42.8 % v , 75 Proof , બેચ નં.14- L2 18.01.2022 લખેલ નંગ -૧ છે . જે બોટલ FSL માટે સીલ કરી કિ.રૂ.૬૦૦ / – ગણી કબજે કરેલ જતીન ઉર્ફે બંટી રમેશભાઇ વાઘેલા બાબતે પુછતા પોતાના કાકાનો દિકરો થતો હોવાનું અને સદર મકાન તેનું હોવાનું જણાવેલ છે . જેથી ઇસમને પ્રોહી . કલમ ૧૨૦ ના ઠરાવની સમજ કરી સાથે રાખી મકાનમાં ઝડતી કરતા અન્ય કોઇ ગુનાહીત ચીજ વસ્તુ મળી નાં આવત  ઈંગ્લીશ દારૂ બાબતે પુછતા જતીન ઉર્ફે બંટી રમેશભાઇ વાઘેલા તથા મનીષ ઉર્ફે કાળો હરીભાઇ પારઘી તથા તેનો ભાઇ ભરત હરીભાઇ પારધી લાવેલ હોવાનું જણાવે હતું આમ આરોપી નં . ( ૧ ) પંકજભાઇ તેજાભાઇ વાઘેલા , રહે.જેતપુર વાળો આરોપી નં . ( ૨ ) જતીન ઉર્ફે છંટી રમેશભાઇ વાઘેલાના રહેણાંક મકાનમાં ગે.કા. ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થા સાથે મળી આવી , પોલીસ રેઇડ દરમ્યાન ઇંગ્લીશ દારૂની બોટલો ફેંકી રેઇડમાં અવરોધ ઉભો કરી , આરોપી નં . ( ૩ ) મનીષ ઉર્ફે કાળો હરીભાઇ પારઘી તથા નં . ( ૪ ) ભરત ઉર્ફે કટીયો હરીભાઇ પારઘી સાથે મળી ઈંગ્લીશ દારૂની બોટલો ફોડી પુરાવાનો નાશ કરી ,રેઇડ દરમિયાન મદદગારી બદલ 1 આરોપી ને પકડી પાડી 3 ઇસમોને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે તમામે ઈસમો સામે  પ્રોહી કલમ ૬૫ ( એ ) ( એ ) , ૧૧૬ ( બી ) , ૮૧ , ૧૨૦ ( ૨ ) તથા IPC કલમ ૨૦૧ મુજબનો ગુનો નોંધી પોલીસે મુદામાલ કબ્જે કર્યો હતો
હરેશ ભાલીયા જેતપુર

IMG-20220509-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *