Gujarat

જેતપુરના દેવકીગાલોળ ગામની વાડી વિસ્તારમાંથી જુગાર ક્લબ ઝડપાઇ: સાત શખ્સો ઝડપાયા

પોલીસે રોકડ,મોબાઇલ અને બાઇક મળી રૂ.202130 મુદ્દામાલ જપ્ત કર્યો
જેતપુરના દેવકીગાલોળ ગામની વાડી વિસ્તારમાં જુગારનાં અડ્ડા ઉપર પોલીસે દરોડો પાડી 7 શખ્સોને રોકડ,મોબાઈલ અને બાઇક મળી રૂ.202130 મુદ્દામાલ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત અનુસાર જેતપુર તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એમ કે રંગપરા અને કોન્સ્ટેબલ પ્રદીપભાઈ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતાં એ દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે જેતપુરના દેવકીગાલોલના ખેડૂત ચીમન જીકુ સતાસિયાની વાડીમાં ચાલતી જુગાર ક્લબ ઉપર દરોડો પાડી જુગાર રમતાં ચીમન જીકુ સતાસીયા, રામણિક બીજલ મૂળિયાં, પ્રવીણ ભીમજી ચાવડા (રહે. બંને ડેડરવા, જેતપુર), હરેશ ઉર્ફે હરદાસ વજા વઘાસિયા, મહેશ વિઠલ સતાસીયા, દિપક વલ્લભ પાનસેરિયા (રહે. બંને દેવકીગાલોલ, જેતપુર) અને ચેતન રવજી ગજેરા (રહે. માંડવા, ભેંસાણ) ને રોકડ રૂ.54 હજાર, મોબાઈલ -4 અને બાઇક મળી રૂ.202130 નાં મુદ્દામાલ સાથે દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *