પોલીસે દરોડો પાડી રૂા.2 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો: આરોપી ફરાર
જેતપુરના નવાગઢમાં ઈલાહી ચોક વિસ્તાર પાસે આવેલ બંધ ઓરડીમાં પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 672 બોટલ રૂા.2 લાખના જથ્થો ઝડપી પાડયો હતો. જયારે આરોપી નાશી છુટતા પોલીસે આરોપીને દબોચવા ચક્રો ગતિમાન કર્યા છે.
દરોડાની વિગત અનુસાર જેતપુર સીટી પોલીસ મથકની સ્ટાફ પેટ્રોલીંગમાં હતો એ દરમિયાન ચોકકસ બાતમીના આધારે જેતપુરના નવાગઢમાં રહેતો મોહસીન ઉર્ફે કાનો મહમદ લાખાણી પોતાની નવાગઢના ઈલાહી ચોક તબેલાની સામે આવેલ ઓરડીમાં દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની માહીતી મળતા સ્ટાફે દરોડો પાડતા બંધ ઓરડીનું તાળુ તોડી અંદર તપાસ કરતા અંદરથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 56 પેટી 672 બોટલ રૂા.2 લાખનો જથ્થો કબ્જે કર્યો હતો. જયારે બુટલેગર મોહસીન ઉર્ફે કાનો મહમદ દરોડા સમયે હાજર નહીં મળી આવતા પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.


