બાજુના અન્ય એક મકાન પાસેથી બાઇકની ઉઠાંતરી : બંને તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા
જેતપુરના ગણેશનગરમાં રહેણાંકના મકાનમાં ત્રાટકી કોઇ તસ્કરો રૂા.57 હજારની રોકડ તેમજ મોબાઇલની ચોરી કરી ગયા છે. તેમજ બાજુના મકાનની બહાર પાર્ક કરાયેલ બાઇક પણ તસ્કરો જતા જતા ઉઠાવી ગયા જે બાબતે જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં 30/04/20 નાં રોજ ગુનો નોંધાયો હતો આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં એક શખ્સને પકડી પાડયો હતો જ્યારે એક શખ્સ ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
બનવાની ઘટના મુજબ જેતપુર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 30/04/2022 નાં રોજ નોંધાયેલ ગુના મુજબ જેતપુરમાં ગણેશનગર વિસ્તારમાં રહેતા ગોપાલભાઇ ડાભીના રહેણાક મકાનમાં તસ્કરો ત્રાટકી રોકડા રૂા. 57 હજાર તથા એક મોબાઇલ ફોન ઉઠાવી ગયા છે. જયારે બાજુમાં આવેલ એક મકાન બહારથી મોટરસાયકલ ઉઠાવી ગયા હતા.આ ચોરીના બનાવમાં વિશેષ તપાસ કરતા આ ઘટનામાં બે તસ્કરો સીસીટીવીમાં કેદ થયેલા હતા જેની તપાસ કરતા એક આરોપી મનોજ ઉર્ફે બાવલો ધીરુભાઇ સોલંકી ઉ.વ 22 ધંધો મજૂરી રહે.શાંતિધામ રામાપીરના મંદિર પાસે શાપર વેરાવળ વાળો હાલ સારણ નાં પુલ પાસે ઉભલે હોઈ જે હક્કીકત મળતા પકડી પાડી યુક્તિ પ્રયુક્તિથી વિશ્વાસમાં લઈ આરોપીને પૂછપરછ કરતા ચોરીની કબુલાત કરી હતી તેમજ અન્ય આરોપીની પૂછપરછ કરતા રવિ રસીકભાઇ.સોલંકી ઉપલેટા વાળો હોવાનું જાણવા મળતા પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતીમાન કર્યા હતા
હરેશ ભાલીયા જેતપુર


