સોનામાં રૂ.310 અને ચાંદીમાં રૂ.1,207નો કડાકોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.139 જેટલો લપસ્યોઃ કોટન, મેન્થા તેલ, રબરમાં સાર્વત્રિક સુધારાનો સંચારઃ બુલડેક્સ વાયદામાં 157 પોઈન્ટની મૂવમેન્ટ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 2,18,591 સોદાઓમાં કુલ રૂ.19,022.75 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના મે વાયદામાં 157 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 91,328 સોદાઓમાં કુલ રૂ.5,257 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.51,259ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.51,386 અને નીચામાં રૂ.50,943 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.310 ઘટી રૂ.51,033ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.177 ઘટી રૂ.40,992 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.24 ઘટી રૂ.5,103ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.51,395ના ભાવે ખૂલી, રૂ.305 ઘટી રૂ.51,076ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.62,450ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,649 અને નીચામાં રૂ.61,163 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 1207 ઘટી રૂ.61,341 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ. 1207 ઘટી રૂ.61,687 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.1,201 ઘટી રૂ.61,707 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 9,507 સોદાઓમાં રૂ.1,592.39 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ મે વાયદો 1 કિલોદીઠ રૂ.5.45 ઘટી રૂ.234.35 અને જસત મે વાયદો રૂ.11.80 ઘટી રૂ.314ના ભાવ થયા હતા. આ સામે તાંબુ મે કોન્ટ્રેક્ટ રૂ.15.50 ઘટી રૂ.746 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.2.85 ઘટી રૂ.181ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 50,892 સોદાઓમાં કુલ રૂ.4,791.91 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ મે વાયદો સત્રની શરૂઆતમાં રૂ.8,498ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.8,535 અને નીચામાં રૂ.8,270 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.139 ઘટી રૂ.8,308 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.4.80 ઘટી રૂ.618.40 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,229 સોદાઓમાં રૂ.140.24 કરોડનાં કામકાજ થયા હતા. કોટન મે વાયદો 1 ગાંસડીદીઠ રૂ.46,750ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,870 અને નીચામાં રૂ.46,510 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.800 વધી રૂ.47,470ના સ્તરે પહોંચ્યો હતો. રબર મે કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.17,370ના ભાવે ખૂલી, રૂ.156 વધી રૂ.17368 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં મે કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.33.50 વધી રૂ.1120.10 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 13,572 સોદાઓમાં રૂ.2,434.86 કરોડનાં 4,752.907 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 77,756 સોદાઓમાં કુલ રૂ.2,822.14 કરોડનાં 453.991 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 20,698 સોદાઓમાં રૂ.1,916.97 કરોડનાં 22,84,100 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 30,194 સોદાઓમાં રૂ.2,875 કરોડનાં 45780000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 801 સોદાઓમાં રૂ.118.89 કરોડનાં 25075 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 426 સોદાઓમાં રૂ.21.32 કરોડનાં 192.24 ટન, રબરના વાયદાઓમાં 2 સોદાઓમાં રૂ.0.03 કરોડનાં 2 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 17,105.820 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 790.470 ટન, ક્રૂડ તેલમાં 868900 બેરલ અને નેચરલ ગેસમાં 9672500 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 99950 ગાંસડી, મેન્થા તેલમાં 485.64 ટન, રબરમાં 7 ટન ના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં 678 સોદાઓમાં રૂ.52.48 કરોડનાં 721 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,088 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ મે વાયદો 14,596ના સ્તરે ખૂલી, 157 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 146 પોઈન્ટ ઘટી 14,490ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 64957 સોદાઓમાં રૂ.7,188.73 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.630.71 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.55.19 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.5,605.38 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.897.06 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 183.45 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું-મિની મે રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.230 ખૂલી, ઊપરમાં રૂ.395 અને નીચામાં રૂ.230 રહી, અંતે રૂ.40.50 ઘટી રૂ.339 થયો હતો. જ્યારે ક્રૂડ તેલ મે રૂ.8,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.321 ખૂલી, ઊપરમાં રૂ.345 અને નીચામાં રૂ.227.80 રહી, અંતે રૂ.73.10 ઘટી રૂ.241.30 થયો હતો. નેચરલ ગેસ મે રૂ.650ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.35.10 ખૂલી, ઊપરમાં રૂ.46.25 અને નીચામાં રૂ.30 રહી, અંતે રૂ.0.10 વધી રૂ.34.35 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું-મિની મે રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.381 ખૂલી, ઊપરમાં રૂ.565 અને નીચામાં રૂ.360 રહી, અંતે રૂ.133.50 વધી રૂ.555 થયો હતો. જ્યારે ક્રૂડ તેલ મે રૂ.8,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.132.90 ખૂલી, ઊપરમાં રૂ.209.20 અને નીચામાં રૂ.123 રહી, અંતે રૂ.38.30 વધી રૂ.197.30 થયો હતો. સોનું મે રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.160 ખૂલી, ઊપરમાં રૂ.200 અને નીચામાં રૂ.115 રહી, અંતે રૂ.64.50 વધી રૂ.195 થયો હતો.
