આવતી કાલે વિષ્ણુયાગ તેમજ ગૌ પુષ્ટિયાગનો પ્રારંભ
શહેરમાં જ્ઞાન-કર્મ-ભક્તિનાં સમન્વય રૂપ વિશાળ સોમયજ્ઞનું આયોજન કરવામાં આવનાર છે. આઠ દિવસ ચાલનારા આ યજ્ઞનો ભારતભરમાંથી 1 લાખનો શ્રધ્ધાળુઓ લાભ લેશે. જેમાં વિષ્ણુયાગ, ગૌ પુષ્ટીયાગ, છપ્પનભોગ, મહાપ્રભુજીનો ઉત્સવ જેવાં પ્રસંગો ઉજવાશે. સમગ્ર કાર્યક્રમને વૈષ્ણવાચાર્ય શ્રી રઘુનાથજી મહારાજનાં સાનીધ્યમાં થઈ રહ્યો છે.
શહેરમાં વૈષ્ણવ સમાજ દ્વારા નિત્ય અગ્નીહોત્રી વાજપેયી રઘુનાથજી મહારાજ તથા જાનકી વહુજી, ચિ. શ્રી ગીરધરબાવા, ગોવિંદબાવાના સાનિધ્યમાં સર્વ પ્રથમ વખત સોમ-વિષ્ણુ ગોપાલ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
વૈષ્ણવાચાર્ય રઘુનાથજી મહારાજે જણાવેલ કે સોમયજ્ઞમાં સોમ નામની વનસ્પતીનો ઉપયોગ કરવામાં આવે છે જેને સોમવલ્લી પણ કહેવામાં આવે છે. આ યજ્ઞ સર્વ પ્રથમ દેવતાઓ એ કરેલ બાદ ભગવાન શ્રી રામ અને શ્રીકૃષ્ણએ કરેલ હોવાનો ઉલ્લેખ છે.આવો યજ્ઞ વિશ્વ કલ્યાણ અને જનકલ્યાણ માટે કરવામાં આવે છે. શહેરનાં લોકોનું કલ્યાણ થાય તેમજ વાતાવરણનું શુધ્ધી કરણ થાય જેથી ખેડુતોને લાભ થાય તેવાં શુભાશ્રય થી કરવામાં આવનાર છે.
જય પાર્ક નકલંક આશ્રમ રોડ,ખાતે ચાલી રહેલ આ યજ્ઞન તા.20 થી પ્રારંભ થઈ ચૂક્યો છે તેમજ આજરોજ ભીતરીયાઓ દ્વારા સીધ્ધ કરાયેલ સામગ્રીનો છપ્પનભોગ ઠાકોરજીને ધરવામાં આવ્યો હતો નગરજનો તેમજ વૈષ્ણવો માટે સાજે 5 કલાકે દર્શન માટે ખુલ્લો મુકાયો હતો આવતી કાલે તા.22 નાં યજ્ઞનો પ્રારંભ થતાં સવારે 8 કલાકે વૈદિક મંત્રો ચાર સાથે વિષ્ણુયાગ તથા ગૌ પુષ્ટીયાગનો પ્રારંભ કરાશે.દરરોજ રાત્રીનાં 9 થી 10 કલાકે અ.સૌ. જાનકી વહુજીનાં વચનામૃત થશે જેમાં કૃષ્ણ યજુર્વેદ પારાયણ, શ્રીમદ્ ભાગવતજી દશમ સ્કંદનું રસપાન કરાવવામાં આવશે. તા.23 થી 25 સવારે 11-30 કલાકે થી પ્રવગ્ર્યે 25 ફુટની અગ્ની શીખાના દર્શન, ભીક્ષા, અક્ષત વર્ષા કરાશે. તા.26 મંગળવારે મહાપ્રભુજીનાં ઉત્સવ અંગર્ગત સવારે 10 કલાકે સુત્યાહ સોમરસ પાન, બપોરે 2 કલાકે સોમરસ હોમ થશે. તા.27નાં રોજ સવારે 11 કલાકે થી અભિમંત્રિત કરેલા જલ થી અવભૃય સ્નાન, રાત્રીનાં 12:30 કલાકે શ્રી ફળ હોમથી યજ્ઞની પુર્ણાહુતી થશે.
હરેશ ભાલીયા જેતપુર


