Gujarat

જેતપુર તાલુકાના પેઢલા ગામના નેશનલ હાઇવે પર અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત.

હાઇવે પરના સીસીટીવી કેમેરામાં અકસ્માત કેદ.
જેતપુર તાલુકાના પેઢલા ગામના નેશનલ હાઇવે પર બાઈક અને સિમેન્ટ ભરેલ ટેન્કર સાથે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે જ બાઈક ચાલકનું કમકમાટી ભર્યું મોત.નીપજ્યું.
ઘટના ની વિગતો મુજબ જેતપુરના પેઢલા ગામ પાસે આવેલ કેન્દ્રીય વિદ્યાલય સામે પેઢલા ચોકડી પાસે પેઢલા ગામનો યુવાન હિતેશ રવજીભાઈ મકવાણા (ઉ.વ.35) બાઈક લઈને ચોકડી પરથી ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે અચાનક સામેની સાઈડમાંથી આવતા સિમેન્ટ ભરેલ ટેન્કર સાથે અકસ્માત સર્જાતા હિતેશનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.આ અકસ્માત હાઇવે પરના સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું આ આ ઘટના બનતાં ની સાથે જ ટેન્કર ચાલક ફરાર થયો હતો.ઘટના બનતા લોકોના ટોળા એકઠા થયા હતા યુવકનાં મૃતદેહને જેતપુરના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.તેમજ જેતપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.ફરાર ટેન્કર ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
હરેશ ભાલીયા જેતપુર

Screenshot_20220403-195045__01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *