સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
જેતપુરના પીઠડિયા ટોલ નાકા પાસે થોડા દિવસ પહેલા માથાકૂટ થતા મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા.ટોલ નાકા પાસે પાણી વેચવા જેવી સામાન્ય બાબતે થયેલી મારામારી સુધી પહોંચી હતી.પાણીની બોટલ વેચવા મુદ્દે યુવક ઉપર હરીફ ધંધાર્થીએ પાઇપ વડે હુમલો કરી માર માર્યો હતો લોખંડના પાઇપ વડે હુમલો કરતા યુવકના માથાના ભાગે ઈજા પહોંચી હતી.સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.આ બનાવમાં વીરપુર પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ હતી.આજે સવારે ઘવાયેલા યુવકે દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટયો છે. પોલીસે આરોપીને ઝડપી લઈ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત અનુસાર જેતપુર નજીક આવેલા પીઠડીયા ટોલનાકા પાસે ઝૂંપડામાં રહેતા અને ટોલનાકા પાસે પાણીની બોટલો વેચી પરિવારનું ગુજરાન ચલાવતા પપ્પુ થાવરીભાઈ કોળી નામનો 40 વર્ષનો યુવાન બપોરના બારેક વાગ્યાના અરસામાં ટોલનાકા પાસે હતો ત્યારે નવાગઢના અર્જુન ભરતભાઇ મકવાણાએ ઝઘડો કરી પાઇપ વડે હુમલો કર્યો હતો હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે જૂનાગઢ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં યુવકે ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બીછાને દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો છે.યુવાનના મોતથી પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.પ્રાથમિક પૂછપરછમાં મૃતક પપ્પુ મૂળ મધ્ય પ્રદેશનો વતની વતની અને ટોલનાકા પાસે પાણીની બોટલો વહેંચી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મૃતક પપ્પુ બે ભાઈ બે બહેનમાં વચ્ચેટ હતો અને તેને સંતાનમાં એક પુત્ર અને સાત પુત્રી છે. પાણીની બોટલો વેચવા મુદ્દે ઝઘડો હરીફ ધંધાર્થી અર્જુન મકવાણાએ ઝઘડો કરી હુમલો કરી માર મારતા ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવતા વીડિયો વાયરલ થયો હતો.જે મામલે વીરપુર પોલીસે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે જઈ પપ્પુભાઈની પત્નીની ફરિયાદ પરથી પોલીસે આરોપી અર્જૂન પર આઈ.પી.સી. કલમ 232, 325 અને જી.પી. એક્ટ 135 હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.આ બનાવમાં ગંભીર ઇજા થવાને કારણે લોહી નીકળતા આજે સવારે પપ્પુનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટયો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી કાનૂની તપાસ તેજ કરી છે.
પેલો ફોટો છે મૃતકનો
બીજો ફોટો છે આરોપીનો


