Gujarat

જેતપુર મુખ્ય રોડ ઉપર બે આખલાઓ બાખડ્યા, રાહદારીઓના જીવ તાળવે ચોંટ્યાં વધતાં જતાં આખલાના ત્રાસના પગલે શહેરીજનોમાં તંત્ર સામે રોષ

જેતપુરમાં રખડતા પશુના કારણે અકસ્માતોના અનેક બનાવો બની રહ્યા છે. ત્યારે શહેરના વાહનોથી ધમધમતા કણકીયા પ્લોટના વોલીબોલ માર્કેટના મુખ્ય માર્ગપાસે બે રખડતા આખલા વચ્ચે શિંગડાંયુદ્ધ જામ્યું હતું, આ વિસ્તારના વેપારીઓ સહિત માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે કેટલાક નવ યુવાનોએ ધોકા, લાકડી અને પાણીનો મારો ચલાવી બંને આખલાઓને છૂટા પાડી ભગાડતાં લોકોએ રાહતનો સ્વાસ લીધો હતો. આ રખડતા ઢોરને અંકુશમાં લેવા તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં નથી આવતી. જેના કારણે આવા દ્રશ્યો વારંવાર જોવા મળી રહ્યા છે.
જેતપુરમાં શહેરમાં રખડતાં ઢોરનો ત્રાસ ઘણો વધી ગયો છે. ત્યારે રખડતાં ઢોરો દ્વારા માર્ગ વચ્ચે અવારનવાર જામતા યુદ્ધને કારણે અનેક રાહદારીઓ સહિત વાહનચાલકો એનો ભોગ બની ઇજાગ્રસ્ત બનવાની સાથે સાથે મૃત્યુ પામતા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે. ત્યારે આ મુખ્ય રોડ ઉપર પાર્ક કરેલા બાઈકને નુકસાન પહોંચાડી બાજુમાં ઊભેલી ઓટો રીક્ષામાં અથડાયા હતા. કેટલાક હિંમતવાન યુવાનો લાકડી લઇ યુદ્ધ કરતા આખલાઓને છોડાવવા પહોંચ્યા હતા. તો કેટલાક લોકોએ પાણીનો મારો ચલાવી આખલાઓનો ક્રોધ શાંત કરવાની કોશિશ કરી હતી
તેમ છતાં નગરપાલિકાના નઘરોળ વહીવટી તંત્ર દ્વારા રખડતાં ઢોરોને તાબે કરવાની કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નહિ આવતા પાલિકાના સત્તાધીશો વિરુદ્ધ શહેરીજનો રોષ ઠાલવતા જોવા મળે છે. ત્યારે રખડતાં ઢોરોના ત્રાસમાંથી શહેરીજનોને મુક્ત કરવા પાલિકાના સત્તાધીશો તાત્કાલિક ધોરણે ઝુંબેશ હાથ ધરે આવે તેવી માંગ શહેરીજનોમાં પ્રબળ બનવા પામી છે.
હરેશ ભાલીયા જેતપુર

Screenshot_20220712-180801__01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *