રાષ્ટ્રીય કીશાન પરીષદના રાજકોટ જીલ્લા પ્રમુખ ગીરધર વધાસીયા દ્વારા સરકાર પાસે માગ કરવામા આવી
માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ ગગડી રહ્યા છે. યાર્ડમાં ખેડૂતોની ડુંગળી 20 થી 30 રૂપિયા પ્રતિમણ ઉપજી રહ્યા છે. જેથી ખેડૂતોને ખૂબ મોટી નુકસાની વેઠવી પડી રહી છે, ત્યારે સરકાર દ્વારા ડુંગળીના યોગ્ય પોષણક્ષમ ભાવ નક્કી કરવા અને ખેડૂતો ને વળતર ની યોગ્ય રકમ ચૂકવવા માંગ કરવામાં આવી છે. માર્કેટીંગ યાર્ડ ખાતે ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવક શરૂ થઈ ગઈ છે
સરકાર સમક્ષ રાષ્ટ્રીય કીશાન પરીષદના રાજકોટ જીલ્લા પ્રમુખ ગીરધર વધાસીયા દ્વારા સરકાર પાસે માગ કરવામા આવી છે કેકિસાનો ને તેના પકવેલ ખેત પેદાશ ના ભાગ્યે જ ખુબ સારા ભાવ મળતા હોઈ છે ખેતર માં પાક પકવતા ખેડૂતો એ મહા મહેનતે પરસેવો પાડી ને પકવેલ પેદાસ ના ભાવ જયારે જયારે વધે ત્યારે ત્યારે સરકાર ગમે તેવા બહાના અને અંતરાયો ઉભા કરી ખેડૂતો ને ઉઠા ભણાવે છે . અને અવનવા તરીકા અપનાવી ખોટા જુઠ્ઠાણાં ફેલાવી પગલાં ભરે અને ખેડૂતોને ન પોસાય તેવા ભાવ થાય તો સરકાર નિસક્રીય રહે તેવી સ્થિતિ કિસાનો ને બિન્દાસ્ત કરી શકે તેમ નથી ડુંગળી ના ભાવ જેટલા ટકા વધ્યા હતા ત્યારે જે હાકલા પડકરા રૂપી દેકારા થયા હતા તેના કરતા આજે વધારે ભાવ તળિયે ગયા છે રૂપિયા 20 ની મણ ડુંગળી નો ભાવ હોઈ તો કિસાનો ને શું મળતું હશે … ? તે એક વિચાર જોગ પ્રશ્ન છે પણ ત્યારે કેમ ખેડૂત લક્ષી ચિંતા સરકાર માં બેઠેલા લોક પ્રતિનિધિઓને કેમ સુજતુ નથી તેવો પ્રશ્ન નારાજગી અને દાજ ની સાથે ખેડૂતો કરીને જવાબ માંગે છે
ડુંગળીના ભાવમાં સારો એવો ઘટાડો જોવા મળી રહ્યો છ કસ્તુરી માનવામાં આવે છે ત્યારે કસ્તુરી હાલ અમીરોની શાન બની ગઈ હોય એવું લાગી રહ્યું છે. થોડા સમય પહેલા ડુંગળીનો ભાવ 600 થી 800 રૂપિયા ખેડુતોને મળી રહ્યો હતો. યાર્ડ ખાતે ડુંગળી વેંચવા આવે છે ત્યારે મજુરી , દલાલી, ટ્રાન્સપોર્ટ બધા ખર્ચ લાગતા ખેડુતોના હાથે કશું જ આવતું નથી. થોડા સમય પહેલા ઉચ્ચ ગુણવતાવાળી ડુંગળીના ભાવ 600 થી 800 રૂપિયા ગુણીના મળી રહેતા હતા. જે હાલ 30 થી 50 રૂપિયા મળી રહ્યા છે. જેના કારણે ખેડુતોને માથે મોટી મુસીબત આવી ગઈ છે.
હરેશ ભાલીયા જેતપુર
