દર્દીના સગાઓએ અનેક વાર રજૂઆત કરવા છતાં હોસ્પિટલ તંત્ર હળવાશમાં
જેતપુર સરકારી હોસ્પિટલ એટલે એ ગ્રેડની હોસ્પિટલ પણ સુવિધાઓને નામે મીંડું
જેતપુરની એ ગ્રેડની સરકારી હોસ્પિટલમાં દર્દીઓ – માટે પ્રાથમિક સુવિધાઓ માટે કોઈને કોઈને વાતને લઈને હંમેશા વિવાદમાં રહેતી હોઈ છે. જેતપુર સરકારી હોસ્પિટલમાં કીડની જેવા ગંભીર રોગની સારવાર સામાન્ય અને ગરીબ પરિવારોને આર્થિક રીતે ખૂબ જ બોજારૂપ હોય છે. કીડનીના દર્દીઓએ ડાયાલીસીસ માટે કરવા પડતા મોંઘા ખર્ચાઓનો ઉપાય સંવેદનશીલ સરકારે શોધી કાઢ્યો છે. જેતપુર સીવીલ હોસ્પિટલ કીડનીના દર્દીઓને મફતમાં ડાયાલીસીસની સારવાર કરી જરૂરિયાતમંદ અને સામાન્ય વ્યક્તિઓ માટે સરકારી હોસ્પિટલ્સ, ટ્રસ્ટ તેમજ ખાનગી હોસ્પ્ટિલ ખાતે ડાયાલીસીસ કરાવી આપવામાં આવે છે. સરકાર દ્વારા IKDRC દ્વારા સંચાલીત જેતપુર સિવિલ હોસ્પિટલ ખાતે દરદીઓને તો સુવિધાઓતો પૂરી પાડી જ રહી છે પરતું જેતપુર સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ક્યાંક આ સેન્ટરમાં ઘોર ઉપેક્ષા કરવામાં આવતું હોય તેવું સામે આવ્યું છે
જેતપુર સરકારી હોસ્પિટલમાં મહિને 500 જેટલા દર્દીઓ ડાયાલિસિસ નાં સારવાર અર્થે આવતા હોઈ છે હોસ્પિટલમાં આવેલ આ સેન્ટરમાં 7 થી 8 ડાયાલીસીસ મશીનો મૂકવામાં આવ્યા છે તેમજ દર્દીઓ સારવાર પણ લઈ રહ્યા છે પરતું ક્યાંક દર્દીઓ સનતુષ્ટ નથી જેનું કારણ છે સેન્ટરમાં આવેલ એસી અને દરવાજો આ ડાયાલીસીસ સેન્ટરમાં 3 જેટલા એસી હાલ બંધ હાલતમાં જેના કારણે ડાયાલીસીસ મશીનો ગરમ થઈ ને બંધ પડી જાય છે અને દર્દીઓ ને મુશ્કેલીઓ વેઠવી પડી છે જ્યારે વાત કરીએ દરવાજાની તો દરવાજો હાલ તૂટેલ હાલતમાં હોઈ આ સેન્ટરમાં કામ કરતા કર્મચારીઓ ઓ તૂટેલ દરવાજા પર થીગડા મારવા છતાં આ સેન્ટરમાં ગરમી રહેતી હોય જેના કારણે દર્દીઓ અને ડાયાલીસીસ સેન્ટરનો તબીબ સ્ટાફ મુશ્કેલીઓ વેઠી રહ્યો છે.ત્યારે સરકારી હોસ્પિટલ નાં તંત્ર સામે દર્દીઓના સગાઓએ બળાપો કાઢયો હતો
જેતપુર સરકારી હોસ્પિટલનાં સુપ્રિટેન્ડન્ટ ઇન્ચાર્જ અનિશા રાજાણી સાથે વાત કરતા કહ્યું હતું કે એસી રીપેરીંગ માટે ઇલેક્ટ્રિક એજન્સી હોઈ છે જે એજન્સીએ હોસ્પિટલ તંત્ર દ્વારા લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં હજુ સુધી રીપેરીંગ હાથ ધરવામાં નથી આવ્યું જ્યારે દરવાજાનું સમારકામ છે તે વ્હેલી તકે કામગીરી હાથ ધરી પૂર્ણ કરવામાં આવશે તેવી બાહેંધરી આપવામા આવી હતી
હરેશ ભાલીયા જેતપુર


