દાહોદ
ઝાલોદની ચાકલીયા પોલીસ છાયણ ગામે નાકાબંધી કરી આવતા જતા વાહનોની તલાશી હાથ ધરી રહી હતી. તે સમયે ત્યાંથી એક ફોર વ્હીલર ગાડી પસાર થઈ હતી. પોલીસે તેને ઉભી રાખવા માટે ઈશારો કરતા ફોર વ્હીલરમાં સવાર ગાડીનો ચાલક કેશુ સવસીંગભાઈ બારીયા ગાડી સ્થળ પર મુકી નાસી ગયો હતો. આ ગાડીનુ પાયલોટીંગ કરી રહેલા એક મોટરસાયકલ પર સવાર બે કિશોરોને પોલીસે ઝડપી પાડ્યા હતા. ગાડીની પોલીસે તલાશી લેતા તેમાંથી વિદેશી દારુ તેમજ બિયરની કુલ બોટલો નંગ. ૭૧૭ કિંમત રૂપિયા ૮૧ હજાર ૭૮૦ના જથ્થા સાથે કિશોરોની પોલીસે અટકાયત કરી હતી. ઉપરાંત ચાકલીયા પોલીસે ત્રણેય સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના છાયણ ગામેથી પોલીસે એક ફોર વ્હીલર અને બે મોટરસાયકલ સાથે બે બાળ કિશોરોને રોકીને તપાસ હાથ ધરી હતી. તેમની પાસેથી પોલીસે કુલ રૂપિયા ૮૧ હજાર ૭૮૦નો વિદેશી દારુ તેમજ બિયરનો જથ્થો ઝડપી પાડી પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


