Gujarat

ટુ-વ્હીલર મોટર સાઈકલ માટેની સીરીઝ જીજે-૧૦-ડીએમના ગોલ્ડન, સિલ્વર નંબરના ઇ-ઓકસનમાં ભાગ લઈ શકાશે  

જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લિકના વાહન માલિકો ટુ-વ્હીલર મોટર સાઈકલ માટેની સીરીઝ જીજે-૧૦-ડીએમના ગોલ્ડન તેમજ સિલ્વર નંબરના ઇ-ઓકસનમાં ભાગ લેવા માટે ઓનલાઇન અરજીનો સમયગાળો આગામી તા. ૦૮-૦૯-૨૦૨૨ થી ૧૩-૦૯-૨૦૨૨ તથા ઇ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો તા. ૧૩-૦૯-૨૦૨૨થી ૧૫-૦૯-૨૦૨૨ અને આ ઇ-ઓકશનનું પરિણામ તા. ૧૫-૦૯-૨૦૨૨ના સાંજે ૪ કલાકે જાહેર કરવામાં આવશે. આ પ્રકિયામાં ભાગ લેવા વાહન માલિકોએ સૌ પ્રથમ www.parivahan.gov.in વેબસાઇટ પર જઇને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર આઇડીઅને પાસવર્ડ મેળવવાના રહેશે. યુઝર આઇડી અને પાસવર્ડ મેળવ્યા બાદ ઉપરોકત વેબસાઇડ પર લોગીન કરીને વાહન ખરીદીનાદિવસ-૦૭ની અંદર ઓનલાઇન CNA ફોર્મ ભરવાનું રહેશે.

 

વાહન માલિકે ગોલ્ડન અને સિલ્વર કે અન્ય પસંદગીના નંબર પરથી કોઇ એક નંબર પસંદ કરીને ઓનલાઇન પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરીનેઓનલાઇન રસીદ મેળવી લેવાની રહેશે. વાહન માલિકે પોતાની બીડ ઉપરોકત દર્શાવેલ સમયગાળા દરમિયાન ૧૦૦૦ના ગુણાંકમાંવધારી શકશે. ઇ-ઓકશનના અંતે નિષ્ફળ થયેલ અરજદારોએ રીફંડ માટે પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની કચેરી, જામનગરનો

સંપર્ક કરવાનો રહેશે. પસંદગીના નંબર મળેલ અરજદારોએ બાકી રકમનું ચૂકવણું ઓનલાઇન દિવસ-૦૫માં કરવાનું રહેશે.જેમાં નિષ્ફળ ગયે પસંદગીના નંબરની ફીનું રીફંડ મળશે નહિ, જેની નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, જામનગરનીયાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *