ગાંધીનગર
રાજ્યના મોટાભાગના જિલ્લાના એસપીની બદલીઓ કરી દેવાઈ છે. આ સાથે જ સીઆઈડી ક્રાઈમ સહિતની મોટી સંસ્થાઓમાં આઈપીએસ અધિકારીઓ તરીકે ફરજ સંભાળતા અધિકારીઓની બદલી અને બઢતી થઈ છે. ત્યારે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની પણ બદલી કરી દેવાઈ છે. જેમને ઈન્ટેલિજન્સમાં મૂકવામાં આવ્યા છે. બનાસકાંઠા એસપી તરીકે કાર્યભાર સંભાળનાર તરુણ દુગ્ગલની ગાંધીનગર જિલ્લા પોલીસ વડા તરીકે વરણી કરવાનો હુકમ થયો છે. આઇપીએસ તરુણ દુગ્ગલ ૨૦૧૧ની બેચનાં અધિકારી છે. જેઓ વડોદરા એસપી તરીકે સેવાઓ આપ્યા પછી બનાસકાઠાં પોલીસ વડા તરીકે છેલ્લે કાર્યરત હતા. રાજ્યના આઇપીએસ અધિકારીઓની સામૂહિક બદલીઓ કરવામાં આવતાં વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાય તેવી પણ સંભાવના જાેવાઈ રહી છે.ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જેની રાહ જાેવાઈ રહી હતી તે ૭૭ આઇપીએસ અધિકારીઓની બદલી અને બઢતીનો હૂકમ કરવામાં આવ્યો છે. જેમાં ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની બદલી ઈન્ટેલિજન્સ બ્યૂરોમાં કરીને તેમના સ્થાને બનાસકાંઠા એસપી તરુણ દુગ્ગલની નિમણુંક કરવામાં આવી છે. વિધાનસભાની ચુંટણીનાં પડઘમ સંભળાઈ રહ્યા છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં આઈપીએસ ઓફિસરની બદલીઓની કાગડોળે રાહ જાેવાઈ રહી છે. સરકાર દ્વારા આ માટે મેરેથોન બેઠક પણ યોજવામાં આવી હતી. અંતે વિધાનસભા પૂર્ણ થયાં પછી રાજ્ય સરકાર દ્વારા ગંજીફો ચીપીને ૫૭ આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જ્યારે ૨૦ આઈપીએસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે.


