આગામી તા. ૨૯/૦૮/૨૦૨૨ થી તા. ૦૨/૦૯/૨૦૨૨ દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં તાલુકાકક્ષાનો કલા મહાકુંભ યોજાશે. આ કલા મહાકુંભમાં ૬ થી ૧૪, ૧૫ થી ૨૦ અને ૨૧ થી ૫૯ વયજૂથના કલાકારો ભાગ લઇ શકશે.
૧૪ કૃતિઓને આવરી લેતા કલા મહાકુંભ માટે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા ઘડી કાઢવામાં આવેલા આયોજન મુજબ તા. ૩૦/૦૮/૨૦૨૨ના રોજ છોટાઉદેપુર તાલુકાનો કલામહાકુંભ શ્રી. એસ.એફ.હાઇસ્કૂલ, છોટાઉદેપુર ખાતે યોજાશે જેના કન્વીનર તરીકે વી.ડી.રાઠવા મો.નં. ૯૪૨૭૪ ૪૯૬૧૬, બોડેલી તાલુકાનો કલા મહાકુંભ તા. ૨૯/૦૮/૨૦૨૨ના રોજ શેઠ એચ.એસ.શિરોલાવાલા હાઇસ્કૂલ બોડેલી ખાતે યોજાશે જેના કન્વીનર તરીકે આર.ઝેડ .રાઠવા મો.નં. ૯૮૨૫૫ ૮૧૨૬૭, પાવીજેતપુર તાલુકાના કલા મહાકુંભ શ્રીમતી વી.આર.શાહ સાર્વજનિક હાઇસ્કૂલ, પાવીજેતપુર ખાતે યોજાશે જેના કન્વીનર તરીકે રિંકેશભાઇ મો.નં. ૯૯૨૫૬ ૬૯૮૩૭, સંખેડા તાલુકાનો કલા મહાકુંભ ડી.બી.પારેખ હાઇસ્કૂલ, સંખેડા ખાતે યોજાશે જેના કન્વીનર તરીકે મુકેશભાઇ પરમાર મો.નં. ૯૮૭૯૯ ૨૯૮૪૦, નસવાડી તાલુકાનો કલા મહાકુંભ શ્રીમતી એસ.બી. સોલંકી વિદ્યાલય, નસવાડી ખાતે યોજાશે જેના કન્વીનર તરીકે તપનભાઇ શાહ મો.નં. ૯૪૨૮૩ ૦૩૨૧૫ અને કવાંટ તાલુકાનો કલા મહાકુંભ એકલવ્ય મોડેલ રેસીડેન્સિયલ સ્કૂલ, કવાંટ ખાતે યોજાશે જેના કન્વીનર તરીકે મહેન્દ્રભાઇ નિમાયા છે. સ્પર્ધકોને કલા મહાકુંભ અંગે કોઇ મૂઝવણ હોય તો કન્વીરોનો સંપર્ક કરવા તથા વધુ માહિતી માટે જિલ્લા રમત ગમત અધિકારીનો કચેરીનો સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારી તરફથી અનુરોધ કરાયો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
