Gujarat

દમણના કચીગામમાં વીજ કેબલ રીક્ષા પર પડતાં રિક્ષાચાલકનું મોત

વાપી
દમણના કચીગામ સ્થિત ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં આવેલા કલાસિક કંપનીની સામે રીક્ષા ચાલક જઇ રહ્યો હતો ત્યારે ચાલુ રીક્ષાએ ઉપરથી પસાર થતી વીજ લાઇનનો જીવંત તાર તૂટીને તેમની રીક્ષા ઉપર પડતાં ચાલકનું સ્થળ ઉપર જ મોત થયું હતું. મૃતક રીક્ષા ચાલકની ઓળખ ૫૨ વર્ષીય હરિશ રતિલાલ હળપતિ રહે. ચલા-વાપી તરીકે થઇ હતી. આ બનાવ અંગે દમણ પોલીસે આકસ્મિક મોતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સંઘપ્રદેશમાં પાવર સપ્લાયની કામગીરી કરતી ટોરેન્ટ પાવર કંપની દ્વારા પ્રીમોન્સૂન કામગીરી ન કરાતા આ બનાવ બન્યો હોવાનું લોકોમાં ચર્ચાય રહ્યું છે. સંઘપ્રદેશમાં ખાનગી કંપની દ્વારા પાવર ડિસ્ટ્રબ્યુશન કરવામાં આવી રહ્યું છે. જાેકે, કંપની દ્વારા ચોમાસા પૂર્વે ઝાડ અને વીજ વાયરોની મરામત થવી જાેઇએ એ કરવામાં આવી ન હોવાનું સંભળાય રહ્યું છે. આ સંજાેગમાં કેબલ તૂટવાથી રીક્ષા ચાલકના મોતના કેસમાં કંપની સંચાલકો સામે ગંભીર બેદરકારી બદલ મોતને જવાબદાર ગણીને ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવાની માગ ઉઠી છે.દમણના કચીગામ સ્થિત કલાસિક ઇન્ડસ્ટ્રિઝની સામે વીજ સપ્લાયનો જીવંત તાર તૂટીને રીક્ષા ઉપર પડતાં વીજ કરંટથી ચાલકનું સ્થળ ઉપર જ મોત થયું હતું. પ્રિમોન્સૂન કામગીરીમાં વેઠ ઉતારતા તેનો ભોગ એક નિર્દોષ રીક્ષા ચાલક બન્યો હતો.દાનહ અને દમણ-દીવમાં તાજેતરમાં પાવર ડિસ્ટ્રીબ્યુશનની જવાબદારી ખાનગી ટોરેન્ટર પાવર કંપનીને સોંપવામાં આવી છે. આ કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કરવા માટે ત્રણેય જિલ્લામાં વિરોધ થઇ રહ્યો છે. આ સંજાેગમાં પ્રીમોન્સૂન કામગીરી ન કરાતા અથવા તો વેઠ ઉતારતા એક નિર્દોષ ઇસમે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

File-02-Page-25.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *