Gujarat

દેલવાડા પાસે કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ૩ની ધરપકડ

ઊના
દિવથી દારૂની હેરાફાર થતી હોવાની બાતમી મળતા પોલીસે દેલવાડા પાસે વોંચ ગોઠવી એક કારને રોકાવી તલાસી લેતા વિદેશી દારૂ સાથે ત્રણ શખ્સને ઝડપી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. દિવથી વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી પોલીસને મળતા નિલેશભાઈ છગનભાઈ મૈયા, ભીખુશા બચુશા, પીપી બાંભણીયા, ધર્મેન્દ્રસિંહ હરાજભાઈ સહિતની ટીમે દેલવાડા ગામ પાસે વોંચ ગોઠવી હતી. દિવ તરફથી આવી રહેલી કાર નં.જીજે-૦૧-આરજે-૩૫૩૦ને રોકાવી તલાશી લેતા કારની અંદરથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૫૩ બોટલ મળી આવી હતી. જેથી કારમાં સવાર ભીખા ભાખા મુંગરા, પ્રકાશકુમાર હરીભાઈ પટેલ તેમજ જીતેન્દ્ર દેવીદાસ નિમાવત (રહે. રાજકોટ) વાળાને કાર સહિત રૂપિયા ૩,૨૯,૦૩૫નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. અને આ ત્રણેય શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Three-persons-were-caught-with-alcohol.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *