Gujarat

રાજકોટ બન્યું ભૂમાફિયાઓનું એપી સેન્ટર

રાજકોટ
ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ રાજ્યના ઘણા શહેરમાં જમીનો પચાવી પાડવા મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે તત્કાલિન રાજ્યમાં ભૂમાફિયાઓને ડામવા લેન્ડગ્રેબિંગ એક્ટ બનાવ્યો. આ કાયદો ૨૦૨૦થી રાજ્યમાં અમલમાં મૂકવામાં આવ્યો છે. પરંતુ આ કાયદો અમલમાં આવતા જ રાજકોટમાં અરજીઓનું ઘોળાપુર આવ્યું છે. જાે કે, ભૂમાફિયાઓના ડરથી અમુક લોકો અરજી કરતા પણ ડરી રહ્યાં છે. પરંતુ જાે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે તો રાજકોટ જિલ્લામાં ઢગલાબંધ અરજીઓ નોંધાય તેમ છે. ૩ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પ્રથમ ગુનો દાખલ કરાયો હતો. જેમાં ૪ આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો હતો. ગજેન્દ્ર સાંગાણીએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ ૨૦૦૧માં ૪૦ વિઘા જમીન વેચવા કાઢી હતી. પરંતુ ૨૦૦૪ સુધી આરોપીઓએ જમીનના નાણાં આપ્યા હતા. . કારણ કે આરોપીઓએ જમીન પચાવી પાડવાના પ્રયાસ કર્યા હતાં. આથી રમેશ, કમલેશ અને નરેશ સિંધવ નામના ૩ ભાઇઓ વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરાયો હતો. આ સાથે ગોંડલ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર કર્મી ધીરુ ગમારા સામે પણ ગુનો દાખલ થયો હતો.રાજ્યમાં વસતિની દ્રષ્ટિએ અમદાવાદઅને વડોદરા કરતાં રાજકોટ ઘણું નાનું છે. પરંતુ રાજકોટ હવે ભૂમાફિયાઓનું ઘર બની ગયું છે. કારણ કે જમીન પચાવી પાડવામાં રાજકોટ રાજ્યમાં પ્રથમ સ્થાને છે. અમદાવાદથી ચાર ગણું નાનું હોવા છતાં સૌથી વધારે ભૂમાફિયા રાજકોટમાં છે. રાજકોટમાં સૌથી વધુ ભૂમાફિયા પડ્યાપાથર્યા જાેવા મળે છે સરકાર જમીન કબજે કરવા વિરોધી અધિનિયમને વધુ કડક બનાવવા ૨૦૨૦માં લેન્ડ ગ્રેબિંગનો કાયદો અમલમાં મૂક્યો છે, જેમાં અમદાવાદમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ૧૦૦૦ અરજી સામે રાજકોટમાં ૮૦૦ જેટલી અરજી થઈ છે. એમાં ૪૧ અરજીમાં જ એફઆઈઆર થઈ છે, આથી વિસ્તાર અને વસતિની દૃષ્ટિએ રાજ્યમાં સૌથી વધુ અરજી રાજકોટમાં થઈ હોવાનું સ્પષ્ટ થાય છે. રાજકોટમાં ૨૫૦થી વધુ અરજીઓ હજુ પેન્ડિંગ છે. જ્યારે ૪૮૦ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. જાે કે, બીજી બાજુ ભૂમાફિયાઓને પોલીસ છાવરતી હોવાનો લોકોનો આક્ષેપ છે. નોંધનીય છે કે, એમાંથી અમુક કિસ્સામાં હાઈકોર્ટે તંત્રને ઠપકો આપીને આરોપીને છોડી મૂક્યા છે. તાજેતરમાં જ હાઈકોર્ટે લેન્ડ ગ્રેબિંગ કેસમાં વહીવટી તંત્ર દ્વારા અસરકારક કામગીરી કરવામાં નહીં આવતી હોવાની ટકોર પણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *