Gujarat

દેશભરના ૧૮૮ જિલ્લા-શહેરમાંથી ઈટ રાઈટ ચેલેન્જમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ગીરસોમનાથ જિલ્લાએ મેળવ્યું ૧૫મું સ્થાન 

અહેવાલ : સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ 

———-

ગીર સોમનાથતા.૨૯: સમગ્ર દેશમાં ઈટ રાઈટ ઈન્ડિયા અન્વયે ઈટ રાઈટ ચેલેન્જનું આયોજન થયું હતુ. જેમાં દેશભરના ૧૮૮ જિલ્લા- શહેરોમાંથી ગીર સોમનાથ જિલ્લાએ સમગ્ર દેશમાં ૧૫મું સ્થાન મેળવ્યુ છે.

 

ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડીયા દ્વારા વર્ષ ૨૦૨૦–૨૦૨૧ માં ઈટ રાઈટ ઈન્ડીયા ચેલેન્જ યોજવામાં આવી હતી.જે ડેઝીગ્નેટેડ ઓફિસરશ્રીની કચેરી,ખોરાક અને ઔષધ નિયમન તંત્ર,ગીરસોમનાથ તરફથી માનનીય કલેકટર સાહેબશ્રી ગીર સોમનાથના માર્ગદર્શન હેઠળ કામગીરી કરેલ હતી. આ સ્પર્ધા દ્વારા લોકોને સ્વચ્છ અને સુપોષિત ખોરાક મળી રહે તે માટે ઈટ રાઈટ કેમ્પસ,લાયસન્સ,રજિસ્ટ્રેશનની કામગીરી,કેમ્પ,ભોગ સર્ટીફીકેશન,ખાદ્ય ચીજના સેમ્પલીંગ, હોટેલ રેસ્ટોરન્ટ, ફુડ ઈન્ડસ્ટ્રીઝનુ ઈન્સ્પેકશન, હાઈજીન રેટીંગ,તાલીમ કાર્યક્રમો, ડીજીટલ મીડીયા અવેરનેસ તથા જાહેર સ્થળ પર જન જાગૃતિ કાર્યક્રમ વગેરે યોજવામાં આવ્યા હતા.

 

ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં વર્લ્ડ ફુડ સેફટી ડે તા. ૦૭/૦૬/૨૦૨૨ના દિવસે મૂલ્યાંકન કરી રેટીંગ્સ જાહેર કરતા ગીર સોમનાથ જિલ્લાએ સમગ્ર દેશમાં ૧૫મું સ્થાન મેળવ્યું હતું તેમજ રાજયના જિલ્લાઓમાં ગીર સોમનાથ જિલ્લો ૦૨ (બીજા) સ્થાને રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ સ્પર્ધામાં દેશભરમાંથી ૧૮૮ અને રાજયમાંથી ૨૮ શહેર – જિલ્લાઓએ ભાગ લીધો હતો.હોવાની વિગતો સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *