Gujarat

નંદાસણ પાસે ટ્રકે આઈસરને ટક્કર મારતા યુવકનું મોત

કડી
કડીના ચાંદરડા પાટિયા પાસે આઇશર ગાડી નં.જીજે ૧૬ ડબ્લ્યુ ૨૭૮૪ ના ચાલકે હૈદરઅલી અમીર મિયાં સૈયદ રહે પાટણથી બટાટાની બોરીઓ ભરીને આઇસર ગાડી વલસાડ હતી જે દરમિયાન આઇસર કડીના નંદાસણ પાસે આવેલ ચાંદરડા પાટિયા નજીક પહોચતા પાછળથી આવી રહેલ પૂરઝડપે ટર્બો ટ્રક નં. જીજે ૦૧ ટીવાય ૯૦૩૮ ચાલકે પાછળથી ટક્કર મારતાં આઇસર ગાડીમાં ખાલી સાઈડ બેઠેલ યુવાનને ટક્કર વાગતાં ઈજાઓ પહોંચી હતી અને માથા તથા અન્ય શરીરના ભાગે ઈજાઓ પહોંચતા એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે કડીના નંદાસણ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવેલ હતા. જે દરમિયાન તેને વઘારે માથાના ભાગે ઈજાઓ પહોંચતા તબીબોએ મૃત જાહેર કર્યો હતો અને નંદાસણ સિવિલમાં જ પી.એમ.અર્થે મોકલવામાં આવ્યો અને મૃતકના પિતાએ આઇસર ચાલક નં. જીજે ૧૬ ડબ્લ્યુ ૨૭૮૪ ના ચાલક હૈદરઅલી અમિરમિયા સૈયદ રહે પાટણ સામે નંદાસણ પોલીસ સ્ટેશનમા ગુનો નોંધાવવામાં આવ્યો હતો.કડી તાલુકાના નંદાસણ પાસે આવેલ ચાંદરડા પાટિયા નજીક પૂરઝડપે હંકારી ટર્બો ગાડી નં. જીજે ૦૧ ટીવાય ૯૦૩૮ એ પાછળથી ટક્કર આઇશર ગાડીની ખાલી સાઈડ બેઠેલ મુસરાનખાન હુશેનખાન બલોચ રહે સિધ્ધપુરને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને કડી તાલુકાના નંદાસણ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.

File-01-Page-36.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *