નડિયાદ
નડિયાદના પલાણા ગામે શ્રી આશાપુરી માતાજીનું ૧૫ મો પાટોત્સવ ઉજવાયો હતો. વસો તાલુકાના પલાણા ગામે શ્રી આશાપુરી માતાજીનો ૧૫ માં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ પંદર માં પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ તેમજ માતાજીને અન્નકૂટનો ધરાવવામાં આવ્યો હતો. આ સાથે સાથે માતાજીની એક હજાર એક લાડુનો પ્રસાદ પણ ધરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે પલાણા માઈભક્તો દ્વારા નવચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. માઈ ભક્તોએ માતાજીના દર્શન તેમજ અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન માઇભકતો તેમજ નિલેષભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતુંચૈત્ર માસ પૂર્ણાહુતિના આરે છે ત્યારે આ શુભ દિવસોમાં વસો તાલુકાના પલાણા ગામે શ્રી આશાપુરી માતાના મંદિરમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી છે. જેમાં માઇભક્તોએ વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઇ માતાજીની ભક્તિમાં તરબોળ બન્યા છે.


