નડિયાદ
નડિયાદમાં બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. સીસીટીવી કેમેરાની બાજનજર હેઠળ ચાલતી આ પરીક્ષામાં ગેરરીતિ ન થાય તે માટે વિવિધ સ્કોડનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ધોરણ ૧૨ના પ્રશ્નપત્રમાં નડિયાદમાં આવેલા એક સ્કૂલમાં ફાળવેલા પરીક્ષા કેન્દ્રમાં એક વિદ્યાર્થી મોબાઈલ ફોન લઈને આવ્યો હતો. તે સ્કોડની નજરે ચડતા તેમણે બિલ્ડિંગ કંડકટરનો સંપર્ક સાધ્યો હતો અને બાદમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓને વાત કરી હતી. મોબાઇલ લઇને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરવો નહીં તેઓ નીયમ છે. આ વિદ્યાર્થીએ આ નિયમનો ભંગ કર્યો હતો. મોબાઈલ પર પ્રતિબંધ બાબતનુ જાહેરનામું પણ અમલમાં છે?. વિદ્યાર્થીએ આ જાહેરનામાનો ભંગ કર્યું હોય તેની સામે નડિયાદ ટાઉન પોલીસમાં ૧૮૮ મુજબની ફરિયાદ નોંધાઇ છે. સાથે સાથે સગીર વયનો બાળક હોય આ બાબતની વધુ માહિતી ટાઉન પોલીસ દ્વારા આપવામાં આવી નથી.નડિયાદમાં શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહેલી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષામાં ગેરરીતિની ઘટના પ્રકાશમાં આવી છે. નડિયાદના એક પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા આપવા આવેલા ધોરણ ૧૨ના વિદ્યાર્થી પાસેથી મોબાઇલ ફોન મળી આવતાં તેની સામે નડિયાદ પોલીસમાં જાહેરનામા ભંગ અન્વયે ફરિયાદ નોંધાઇ છે.
